Home Stock Market નિફ્ટી ફ્યુચર ૯૯૦૯ પોઈન્ટ મહત્ત્વની સપાટી ..

નિફ્ટી ફ્યુચર ૯૯૦૯ પોઈન્ટ મહત્ત્વની સપાટી ..

789
0

તા.૧૫.૦૬.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૩૭૮૦.૮૯ સામે ૩૩૬૭૦.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૨૯૨૩.૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૬.૮૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૨.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૩૩૨૨૮.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૯૫૫.૩૫ સામે ૯૮૭૫.૯૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૯૬૮૨.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૮.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૯૮૧૭.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડે થઈ હતી. ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ વૈશ્વિક બજારોમાં અફડાતફડી સાથે મિશ્ર વલણ અને એશિયન શેરબજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. દેશવ્યાપી લોકડાઉનમાં છૂટછાટોનો પ્રારંભ થયા પછી જૂન ૨૦૧૭થી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો, ડોલર સામે રૂપિયાના વિનિમય દર સહિતનાં પરિબળોના આધારે રોજિંદી સમીક્ષાની નીતિ અપનાવી હતી, તેમજ ઓઇલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો તળિયે બેસતાં સરકાર દ્વારા એક્સાઇઝ ડયૂટીમાં વધારો કરતાં આજે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મંદ શરૂઆત અને દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં પણ વેચવાલી યથાવત ભારતીય શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં આજે માત્ર એનર્જી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે લગભગ બીજા તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૯ અને વધનારની સંખ્યા ૧૩૩૫ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલીબાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક સંકેતો અને ત્રિમાસિક કોર્પોરેટ રિઝલ્ટ આ સપ્તાહે બજારની ચાલ નિર્ધારિત કરશે. આગામી સમયમાં ભારતીય શેરબજારમાં વોલેટિલિટી સાથે થોડા સમય માટે કોન્સોલિડેશન જોવા મળી શકે છે. હાલમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બજાર આધારિત બન્યું છે તેથી રોકાણકારો ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ અને ડોલર સામે રૂપિયાની ચાલ જેવાં પરિબળો પર પણ નજર રાખી રહ્યા છે. બજારનું વેલ્યુએશન થોડું મોંઘું છે, તેથી અર્થતંત્રમાં રિકવરીના ટ્રેક પર છે કે નહીં તે અંગેની સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહે ટાટા મોટર્સ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સિટી યુનિયન બેન્ક, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓ ત્રિમાસિક પરિણામની જાહેરાતોના કારણે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે, તેમજ આજ રોજ ૧૫, જૂનના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.                                                                          

તા.૧૬.૦૬.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે....


તા.૧૫.૦૬.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૯૮૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૯૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૯૯૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૯૭૮૦ પોઈન્ટ થી ૯૭૪૪ પોઈન્ટ, ૯૭૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૦૬.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૧૯૯૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૯૮૦૮ પોઈન્ટ થી ૧૯૬૭૬ પોઈન્ટ, ૧૯૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૦૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

લુપિન લિ. ( ૯૪૩ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૯૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
માઈન્ડટ્રી લિ. ( ૯૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
સિપ્લા લિ. ( ૬૪૩ ) :- રૂ.૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૫૫ થી રૂ.૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ટેક મહિન્દ્રા ( ૫૪૮ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૭ થી રૂ.૫૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ભારત પેટ્રો ( ૩૬૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઈલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૦ થી રૂ.૩૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
HDFC લિ. ( ૧૭૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાયનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૧૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
રિલાયન્સ ઇન્ડ. ( ૧૬૧૪ ) :- રૂ.૧૬૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૬૦૦ થી રૂ.૧૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લાર્સન લિ. ( ૯૦૫ ) : કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૦ થી રૂ.૮૭૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
ઓરબિન્દો ફાર્મા ( ૭૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૧૧ ) :- રૂ.૫૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૯૮ થી રૂ.૪૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here