પતિ પત્ની એટલે સુખ દુઃખમાં એકબીજાના સંગાથી

◆ લગભગ 3 વર્ષની દોડધામ પછી ધારા અને ગગનના છૂટાછેડા ના કેસનો અંત આવ્યો…!! આજે ફેમિલી કોર્ટે છુટાછેડાનો ઓર્ડર ફાઇનલ કર્યો…
પેપર ફાઇનલ થવા માટે થોડો સમય હોવાથી એ બન્ને છેલ્લી વાર પોતાની પસંદગીની કેફેમાં ગયા… જ્યાં તેઓ લગ્ન પહેલા વારંવાર મળતા… સમયની બલિહારી પણ જુવો, જ્યાં તેઓ મળતા એની સામેજ આ ફેમિલી કોર્ટ છે…
કોની ભૂલ અને કોની નહિ… એમાં સમય વ્યર્થ ન કરતા બસ એકબીજા સાથે સમય વ્યતીત કરવો એટલીજ ઈચ્છા…
◆ કેટલો સુંદર એ સમય હતો… બધાની નજર બચાવીને ધારા અને ગગન ચુપચાપ અહીં મળતા… ટેબલ પણ લગભગ ફિક્સ હતો…
એકબીજાની નજરમાં નજર મેળવીને દુનિયાથી ખોવાય જવું… અને સેલ્ફી તો ખરી…
આખરે ઘરના લોકોને એની ભનક મળતાજ તેઓના વિવાહ નક્કી થયા… અને આજથી પાંચ વર્ષ પહેલાં આજની તારીખે લગ્ન થયેલા… બસ બે વર્ષના લગ્નજીવન માણ્યું… આજે લગ્નની 5મી મેરેજ એનવર્સરીના દિવસે જ… છૂટાછેડા !!
◆ બંને એક ટેબલ પર એક સાથે બેસેલા… કોણ જાણે પાછા ક્યારે મળશું કે નહીં… એમ વિચારી ને ધારા એની નજદીકમાં સરકી ગઈ…
દવા વખત સર લે છે. ને??? એણે પૂછયું… તને ખબર છે. તું કેટલો લેવાય ગયો છે…? આવું કેમ ચાલશે…? એ બોલતી રહી અને ગગન સાંભળી રહ્યો હતો…
શું કહે છે ડૉક્ટર ?? ધારાએ પૂછ્યું… સિગારેટ અને પીવાનું જરા ઓછું કર… એ તબિયત માટે સારું નથી… જરા અરીસામાં તારો ચહેરો જો તને ખબર પડશે..
◆ ગગન તદ્દન નિર્વિકાર ચહેરે ચુપચાપ સાંભળી રહ્યો હતો…
અરે કાઈ બોલતો ખરો ? હું ક્યારની બકબક કરું છું.. પછી ક્યાં આપણે મળવાના ? ધારાનું ગળું ભરાય ગયું… ગગનની આંખો પણ ભરાઈ ગઈ… એણે.. એક ફાઇલ કાઢીને ધારાના હાથમાં આપી…
આ શું છે. એણે પૂછ્યું… જોઈ લે ફ્લેટ તારા નામે કર્યો છે… અને થોડી fd હતી એ આપણી સૃષ્ટિના નામ પર કરી છે… મોટી થશે ત્યારે કામ લાગશે…
◆ દીકરીના જન્મ બાદ ગગન કેટલો ખુશ હતો, ધારા અને ગગનની નાનકડી સૃષ્ટિ… એને હાથમાં લઈને એ ઝૂમી ઉઠેલો… પછી એવું તે શું થયું ? \”ના એને યાદ કરવાનો હવે કોઈ અર્થ નથી… હવે તો છૂટાછેડા પણ થઈ ગયા… એ વિચારોમાં ખોવાઈ ગયો, ત્યાંજ એને ધારાએ પુછયુ…
◆ \”બધુજ અમને આપશે તો તારી પાસે શું રહેશે ? ફાઇલ હાથમાં લેતા ધારાએ પુછયુ.. કંઈક તો વિચાર કર… પાગલ\”…
હવે મને એની કોઈ જરૂરત નથી… મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે… ડૉક્ટર ના કહેવા પ્રમાણે મારી પાસે ફક્ત પાંચ છ મહિના છે…!! વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો…
ગગન નીચે જોઈને બોલી રહેલો…. મને એક વચન આપ સૃષ્ટિને આપણાં છૂટાછેડા વિશે ક્યારે પણ નહીં કહે…?એ પૂછે તો તને ફાવે એ જવાબ આપજે… બની શકે તો એકવાર મને મળવા લાવજે… એક વાર એને મનભરીને જોવી છે… ગગન એક શ્વાસે બોલી ગયો…
◆ જાણે કે ધારાના પગ નીચેથી જમીન સરકી ગઈ… ગળે ડૂચો બાઝી ગયો… એની આંખ માંથી દડદડ આંશુ વહી રહેલા… \”તારી જાતને શું સમજે છે…? હું તને એમને એમ જવા દઉ સમજ્યો!!\”
\”નથી જોઈતા મને છૂટાછેડા\”… અચાનક એ ઉંચે આવાજે બોલી… અને ગગનના ખભાપર માથું રાખીને એ ફૂટીફૂટીને રડી પડી…
◆ બંને જણા એકબીજાની
બાહુપાશમાં સમાય ગયા… ત્યારે ઊંડી ઉતરેલી આંખ અને લાંબા વાળમાં બો અને નારિયેળના કૂંચા જેવી દાઢી વાળો યુવક ગિટાર લઈને ગીત ગાવા લાગ્યો…
\”એ ખુદા હર ફેસલા તેરા મુઝે મંજુર હૈ!!
સામને તેરે તેરા બંદા બહુત મજબુર હૈ!!\”
C.D.Solanki
◆ Mob. 8108641599*