પરજીયા સોની સમાજ મુંબઈએ ઉજવ્યો હીરક મહોત્સવ
શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી સંચાલિત સોની વાડીએ 60 વરસ પૂર્ણ કરી 61માં વરસમાં મંગળ પ્રવેશ કર્યો તે નિમિતે ઉજવણી રૂપે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સાથે શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી દ્વારા જ્ઞાતિની જે વ્યક્તિએ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ઠ સિદ્ધિ મેળવી હોય કે પછી સમાજ લક્ષી કોઈ વિશેષ કાર્ય કર્યું હોય તેમના કાર્યને બિરદાવતા તેમને એવોર્ડ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું જેમાં સહુ પ્રથમ વાડીના નિર્માણનો જેમને વિચાર આવ્યો અને તાત્કાલિક તે સમયના બીજા સમાજ અગ્રણી સાથે ચર્ચા કરી વિચારને અમલમાં મુક્યો તેવા સ્વ. શ્રી ડાયાલાલ કાશીરામ ભગત અને જેમનું નામ સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે તેવા સ્વ. શ્રી નટવરલાલ ગોવિંદજી ઝવેરીને જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તે સાથે ગુજરાતના અમદાવાદમાં રહેતા અને 36 વર્ષ અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ નિભાવનાર તે સાથે એક ઉત્તમ લેખક, ડીન , સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સાહિત્ય અકાદમી નવી દિલ્હીના ગવર્નિંગ બોડી સભ્ય એવા શ્રી મનસુખભાઈ સલ્લાને જ્ઞાતિ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સોની વાડીના 60 વર્ષના સંભારણાને વાગોળવા એક શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.
સોની સમાજના એક એવા કલાકાર જેમણે ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવી છે તેવા સુનિલ સોની અને ગૌરાંગ સોની અને માધવી ઠક્કરે ઉપસ્થિત સમાજ અગ્રણીઓ, દાતાઓ અને નૈરોબી, દુબઇથી વિશેષ પધારેલ મહેમાનો સહીત જ્ઞાતિજનોને સૂરોથી મંત્ર મુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ, મુંબઈ સુવર્ણકાર યુવક મંડળ, સોની યુથ ગ્રુપ અને નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠનનો અમૂલ્ય સહયોગ રહ્યો હતો.