પાંચ વરસથી ફરાર હત્યાના આરોપીને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી લીધો

પાંચ વરસથી ફરાર હત્યાના આરોપીને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી લીધો

ભરત સતીકુંવર\"\"
મુંબઈ :
આજથી પાંચ વરસ પહેલા ગોરેગામમાં સુરેશ હરિજન નામના શખ્સ સાથે પૈસા બાબતે તકરાર થતા ચાર ઈસમોએ મારપીટ કરતા તેનું મૃત્ય થયું હતું. મૃતકના ભાઈએ વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુન્હો ર. ક્ર. ૨૮૪/૨૦૧૬ કલમ ૩૦૨, ૩૪ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુન્હો દાખલ કરી આરોપી ૧) વિકાસ જગન્નાથ મંડળ, ઉં -૩૨, ૨) પીનેપ શુકલાલ દેવનાથ, ઉં-૨૭, ૩) સુબ્રતો ઉર્ફ જંગલી વિશ્વાસ. ઉં.૨૫ની ધરપકડ કરી હતી. જયારે પિન્ટુ રવિન્દ્ર સરદર ઉં-૨૪ હત્યા સમયથી ફરાર હતો.
કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચના સ.પો.ની. ભરત ઘોળેને બાતમી મળી હતી કે હત્યાનો ફરાર આરોપી પશ્ચિમ બંગાળમાં છુપાયો છે. એક ટીમ બનાવી પશ્ચિમ બંગાળના ચંદનહા જિલ્લો. નાદિયા પહોંચી ટેક્નિકલ યંત્રણાનો ઉપયોગ કરી સ્થાનિક પોલીસને સાથે રાખી આરોપી પિન્ટુને ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી સફળતાપૂર્વક પો. સહ આયુક્ત (ક્રાઇમ) મિલિન્દ ભારંબે, અપર પો. આયુક્ત (ક્રાઇમ) વિરેશ પ્રભુ, માં. પો. ઉ.આયુક્ત (પ્ર-૧) અકબર પઠાણ, સહાયક પો. આયુક્ત સિદ્ધાર્થ શિંદેના માર્ગદર્શનમાં પ્ર. પો. નિરીક્ષક વિનાયક ચૌહાણ, સ.પો.ની. ભરત ઘોંણે, અમલદાર સંતોષ માને, અજય કદમ મહેશ રાવરાણેએ પાર પાડી હતી