પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

મુંબઈ : હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે આ દિવસે દરેક હિંદુ પછી એ વિશ્વના કોઈપણ દેશમાં વસતા હોય પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવે છે.પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સત્સંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામાનંદ સંપ્રદાયના ગુરુશ્રી જીવરાજ બાપુના શિષ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..ચેતન ગુરુશ્રી વિજયાનંદ બાપુએ ગાદીપતિ તરીકે અનેક શિષ્યોને આશીર્વાદ આપ્યા એ સાથેજ અનેક બાળકોને પોતાના શિષ્યો બનાવ્યા હતા.આ પ્રસંગે સમાજના અન્ય ગુરુજનો મહંતો, અને સેવાધારીઓએ હાજરી આપી હતી અને મેળાવડાનો આનંદ લીધો હતો.
(અહેવાલ ચમનલાલ બારીયા / રાજુભાઈ અજારા)