પોલીસ વિભાગમાં સેવા આપનાર અબોલ ઊંટ નરસૈંયનું અવસાન થતાં પોલીસ વિભાગે સલામી સાથે આપી અંતિમ વિદાય

પોલીસ વિભાગમાં સેવા આપનાર અબોલ ઊંટ નરસૈંયાનું અવસાન થતાં પોલીસ વિભાગે સલામી સાથે આપી અંતિમ વિદાય

ગુજરાત : બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ માવસારી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપતા ઊંટ (નરસૈયા પી. નં. ૦૮/૨૦૦૪)નું અવસાન.
નરસૈંયા નામનો ઊંટ માવસારી સહિત ભારત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં જ્યાં વાહનો લઈ જવા અશક્ય હોય તે વિસ્તારમાં પેટ્રોલિંગ માટે બહુજ ઉપયોગી બની રહ્યો હતો. તા. ૨૯/૦૧/૨૦૨૩ના ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. આ માહિતી વિષ્ણુભાઇ ભલાભાઇ પોલીસ પગી દ્વારા મળી હતી
માવસારી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.પી.સોનારા સહિત સ્ટાફ દ્વારા વિધિવત રીતે સલામી આપી નરસૈંયાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
એક અબોલ જીવ પણ જાણતા – અજાણતા દેશ સેવા કરીને આજના દેશ વિશે બેફામ બોલતા લોકોને એક બોધ આપ્યો છે કે તમે જે ધરતી પર અને જે દેશમાં જન્મ લીધો છે એને હંમેશ વફાદાર રહેવું. સ્વાભિમાન ભારત તરફથી દેશસેવા કરનાર નરસૈયાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ