Home Local પ્રજાસત્તાક દિનની હર્ષો ઉલ્લાશથી દેશભરમાં ઉજવણી

પ્રજાસત્તાક દિનની હર્ષો ઉલ્લાશથી દેશભરમાં ઉજવણી

870
0

મુંબઈ : સમગ્ર દેશમાં ૭૧માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યા બાદ દેશને સંબોધન કર્યું હતું. દેશમાં ઠેકઠેકાણે નાના ભૂલકાઓ, યુવા પેઢી, વરિષ્ઠ નાગરિકોએ ધ્વજવંદન કર્યું હતું.
મુંબઈના યુનિટ-૧૨ના ડીસીપી ડો, ડી.એસ. સ્વામી દ્વારા દહિસર કાર્યાલયમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તે સમયે પોલીસ અધિકારીઓ, અઝીઝ શેખ, નરેન્દ્ર ભાટિયા,અર્શદ શેખ સહીત અનેક ગણમાન્ય ઉપસ્થિત રહ્યાં હતા. જેમને સંબોધન કરતા ડીસીપી ડો, સ્વામીએ કહ્યું હતું કે પોલીસ તેને ફરજ નિભાવે છે પણ સામાન્ય નાગરિકોની પણ ફરજ છે કે સ્વયં જ્યાં રહે છે ત્યાંના વિસ્તારમાં શંકાશીલ વ્યક્તિ કે ગતિવિધિ થઇ રહી હોઈ તો તેની માહિતી નજદીકના પોલીસ સ્ટેશન પહોંચાડે. નાગરિકો સજાગ રહે તો અનેક ગુન્હા થતા રોકવા શક્ય છે.
દહિસર પોલીસ સ્થાનકના સહાયક પોલીસ આયુક્ત સુહાસ પાટીલ, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મુંજાવર, અનિલ આવ્હાડ, સંજય મરાઠે સહીત સ્થાનિક નાગરિકોની હાજરીમાં દહિસર વિધાનસભાના ધારાસભ્ય મનીષા ચૌધરીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

adv.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here