Home Crime પ્રાદેશિક પરિવહન વિભાગના બનાવટી દસ્તાવેજ બનાવતા ઈસમોની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પ્રાદેશિક પરિવહન વિભાગના બનાવટી દસ્તાવેજ બનાવતા ઈસમોની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

691
0

મુંબઈ : આવડત અને અનુભવનો ખોટા કામમાં ઉપયોગ કરતા લોકો સમાજ અને દેશ માટે નુકશાનકારક. બનાવતી દસ્તાવેજ બનાવી પ્રાદેશિક પરિવહન અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ઈસમોની દહિસર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ નિરીક્ષક સચિન ગવસ અને ટીમએ ધરપકડ કરી હતી.
પોલિસી નિરીક્ષક સચિન ગવસને વિશ્વસનીય સુત્રોથી જાણકારી મળી હતી કે પ્રાદેશિક પરિવહન વિભાગની બનાવટી નોંધણી બુક (આર.સી. બુક) બનાવીને ગ્રાહકોને છેતરે છે. માહિતીના આધારે દહિસર પૂર્વમાં રેલવે સ્થાનકની બહારથી એક શખ્સની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રદ્દ થયેલ કે જેની તારીખ પુરી થઇ ગયી હોઈ એવા સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ખરીદી લેતા ત્યારબાદ એક ચોક્કસ કેમિકલથી તેના પરનું લખાણ, સ્ટેમ્પ સાફ કરી કોઈ પણ આરટીઓ ની બનાવટી સ્માર્ટ કાર્ડ આર.સી. બનાવતા હતા

આરોપીઓ પાસેથી બનાવટી સ્માર્ટ કાર્ડ, સ્ક્રીન પ્રિન્ટિંગ મટેરીયલ ૨ મોબાઇલ, સહિતનો મુદામાલ જપ્ત કરી દહીસર પોલીસ સ્ટેશનમાં ગુન્હા ર.ક્ર, ૧૪૧૬/૨૦ કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૩૮ ભા.દ,સ. હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તાપસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પો.સહ. આયુક્ત (ગુન્હા) મિલિન્દ ભારંબે, અપર પો.આયુક્ત એસ. વિરેશ પ્રભુ, પો.ઉપાયુક્ત અકબર પઠાણ સ.પો. આયુક્ત અવિનાશ સીંગટેના માર્ગદર્શનમાં પ્રભારી પો. મહેશ તાવડે, પો.ની સચિન ગવસ, અતુલ દહાડે, સ.પો.ની. વિક્રમસિંહ કદમ, અતુલ આવ્હાડ, પ્રકાશ સાવંત, આશિષ શેલકે, પો.ઉપ.ની. હરીશ પોળ, હેમંત ગીતે, પો.હ. શાંતારામ ભુસારા, પો.ના. મંગેશ તાવડે, સંતોષ બને, અમોલ રાણે, પો. શિ સચિન જાધવે સફળતાપૂર્વક પાર પડી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here