પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ?

કાચની લખોટીવાળી સોડાબાટલીનો એ જમાનો

લેખક : લીલાધર પટેલ \"\"
આ બોટલનો ફોટો જોઈને જ આ પ્લાસ્ટિક બોટલમાં જ જીરા કે લીંબુ સોડા જોનાર નવી પેઢીને પ્રશ્ન થશે કે કેમ કાચની આ સોડા બોટલમાં લખોટી રાખવામાં આવતી હશે ત્યારે?!
જૂની વાત કરીએ તો હું નવસારીમાં નવો સવો 1970માં બાળવયે હતો.ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી જથ્થાબંધ લોકો નવસારીમાં વિકસી રહેલા હીરા ઘસવાના ગૃહઉદ્યોગની ઘંટીએ બેસીને કામ શીખવા આવવા માંડ્યા હતા.સૌરાષ્ટ્રમાં પહેલેથી જ જમીને કે રાત્રે સોડા પીવાનો રિવાજ.તેથી એમને સોડા જોઈએ જ.અમારા પડોશમાં રહેતા એક કાઠિયાવાડી મારા બાળસખાના પિતાએ એમાં તક જોઈ.તેમણે ઘરમાં જ સોડા બોટલ બનાવવાનો (ગૃહ ઉદ્યોગ)શરૂ કર્યો.તેથી એમની અટક સોડા વાલા પડી ગઈ જે આજે ય એનાં સંતાન એ અટકે ઓળખાય.હું એમનાં ત્યાં ગ્રાહક સામે કાચની વજનદાર સોડાની બોટલ ખાસ લાકડાના ગોળ બીબાથી ફોડે ત્યારે જોઈ રહેતો.વિસ્મયનો પાર નહોતો.પુછીએ તો જણાવે જ નહીં.એમની મોનોપોલી જ હતી આખા વિસ્તારમાં.ચાલો,આજે એ સત્ય કહું એ બોટલનું.કારણ જ્યારે બોટલમાં સોડા સાથે ગેસ ભરવામાં આવે છે.ત્યારે બોટલની પોઝિશન નીચે ફોટામાં જુઓ.જે બોટલ દેખાય છે,તેનાથી ઉલ્ટી સ્થિતિમાં હોય છે.કાચની લખોટી એ બોટલના મધ્યે સાંકડા ગળા જેવું ત્યાં અટકેલી રહે.જ્યારે બોટલની કેપ નીચેની સાઈડ જાય ત્યારે કાચની લખોટીની લીસ્સી સપાટી ગેસને અંદર દાખલ થવા માટે જગ્યા કરી આપે છે.ગેસ ભરાઈ ગયા બાદ તે જ બોટલને ફોટોમાં બતાવ્યા પ્રમાણે સીધી કરીને મુકવામાં આવે છે અને બોટલની અંદર રહેલો ગેસ ઉપર કેપ બાજુએ રહેલી કાચની લખોટીને ઉપર બહારની બાજુએ ધક્કો મારે છે.કેપના ભાગે તમે જોઈ શકશો કે લાલ કલરની એક રીંગ લગાવેલી દેખાશે.જે રબ્બરની હોય છે,તેનો વ્યાસ નાનો હોય છે અને કાચની લખોટીનો વ્યાસ રબ્બરની તે રીંગ કરતા મોટો હોય છે,જેથી એક ચોક્ક્સ દબાણ પર આવ્યા બાદ કાચની લખોટી તે રબ્બરની રીંગ સાથે ચપોચપ ચોંટી જાય છે.જેથી બોટલની અંદરનો ગેસ બહાર નથી જઈ શકતો.જ્યારે સોડા જોઈએ ત્યારે એ બુચ સમી લખોટીને ખાસ લાકડાના ઓપનરને ઉપર ગોઠવીને મુઠી ફટકારતા બોટલની સોડા અવાજ સાથે ગ્લાસમાં રેડાવા અને પેટના યજ્ઞની આહુતી બનવાની ઉતાવળમાં હોય. જૉકે,બાળક લીલાધરને એ બોટલ અકસ્માતે ફૂટી જાય ત્યારે એ લખોટીઓ રમવા આપી દેતા એની લાલચ ત્યારે રહેતી.કોકાકોલા કે સોડા તો આજે ય કદી પીધી નથી હોં ભાઈ.! લીલાધરને તાજું ઘરનું લીંબુ શરબત જ ભલું. તમને ?

\"\"
જા×ખ