ફાયર આર્મ્સ સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

ફાયર આર્મ્સ તમંચા સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

અનિલ ગોહિલ દ્વારા
ભાવનગર :
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ (હથિયાર) રાખતા ઇસમોને ઝડપી પાડવા એસ. ઓ.જી. શાખાને સુચના આપેલ હતી
\"\"જે સુચના અનુસંધાને ભાવનગર જીલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે તપાસમાં હતા દરમ્યાન આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે ગારીયાધાર, પાલીતાણા રોડ, વાલમ સ્કૂલ પાસેથી આરોપી મહેશ ઉર્ફે બિલ્લો મધુભાઈ સોલંકી ઉ.વ. ૨૨ રહે. બરવાળા ખાતામાં તા. બરવાળા જિલ્લો બોટાદ વાળાને ગેરકાયદેસરના ફાયર આર્મ્સ દેશી બનાવટનો તમંચો-૧ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. દિલીપભાઈ ખાચરે ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જગદીશભાઈ મારું તથા હરેશભાઈ ઉલવા તથા પો.કોન્સ. હારિતસિંહ ચૌહાણ તથા દિલીપભાઈ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજાભાઇ આહિર જોડાયા હતા