બાળપણનો મિત્ર (લંગોટીયો)

બાળપણનો મિત્ર (લંગોટીયો)

તમારી લક્ઝરીયસ રહેણીકરણીમાં ઉંમરનો એક પડાવ પસાર કર્યા પછી પણ એક એવો બાળસખો અવશ્ય હશે,જેમાં અનેક કાલીઘેલી ભાષામાં , મસ્તી કરતાં રમતાં, રખડતાં તમે એક એવો મિત્ર જરૂર બનાવ્યો હશે,
જેની સાથે તમારી અનેક યાદો સંકળાયેલી હશે ,એવો એક લંગોટીયો મિત્ર કે જેની સાથે લઘર વઘર હાલતમાં શેરીએ શેરી ફર્યા હશો.

\"\"

એ લંગોટીયો,
જેને ખભે ધબ્બો મારીને ખડખડાટ હસ્યાં પણ હશો ને જેની બાથમાં તમારાં ડૂસકાં પણ શમી જતાં હશે.

એ લંગોટીયો,
જેની સાથે લડાઈ ઝઘડામાં પણ એક અનોખો પ્રેમ હશે ને પછી બે આંગળી બતાવી બુચ્ચા પણ કરી દીધી હશે.

એ લંગોટીયો,
જેણે શિક્ષકની સજામાંથી તમને બચાવ્યા પણ હશે ને સજા થઈ તો છાનામાનાં પોતાની આંખમાં આવેલ અશ્રુ પણ લૂંછી લીધાં હશે.

એ લંગોટીયો,
જેને યાદ કરવાની સાથે તમારાં મનમાં તાર ઝણઝણી ઉઠ્યાં હશે ને ગૂંચવાયેલા સવાલોનો જવાબ પણ મળી જતો હશે.

તમારાં લકઝરીયસ જીવનમાં ક્યારેક કોઈ સમસ્યા સતાવેને મારાં વહાલા ત્યારે એ લંગોટીયા મિત્રને યાદ તો કરી જોજો , તમને કૃષ્ણની જેમ રાહ જરૂર બતાવશે.

અસ્તૂ
જીજ્ઞા કપુરિયા \’નિયતી \’
28/5/2021