ગુજરાત : નિશા ગોંડલીયા કારમાં જામનગરથી ખંભાળિયા જઈ રહ્યા હતા તે સમયે તેમની કાર આરાધના ધામ નજીક પહોંચી ત્યારે અન્ય વાહનમાં આવેલ શખ્સોમાંથી એક શખ્સે ફાયરિંગ કર્યું હતું. નિશા ગોંડલીયા નીચે નમી જતા આબાદ બચાવ થયો હતો. આ વિશેની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ને ઈજાગ્રસ્તને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી આસપાસના વિસ્તારમાં આવેલ સીસીટીવી ને આધારે આગળની તપાસ હાથ ધરી હતી
નિશા ગોંડલીયા હાલમાં બીટ કોઈન બાબતે ચર્ચામાં છે. થોડા સમય પહેલા મોટરસાયકલ પર આવેલા શખ્સોએ ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હોવાની અને પોતાના બનેવીના મોબાઈલમાં રહેલા કરોડોના બીટકોઈન ભુ-માફિયા જયેશ પટેલે પડાવી લીધા હોવાની ફરિયાદ રાજકોટ પોલીસમાં નોંધાવી હતી.
નિશાને જીવનું જોખમ હોવા વિષે પંદર દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી હતી.