બે મહિનાથી જેલમાં રહેલ હુમલાના આરોપી દેવાયત ખવડના જામીન નામંજૂર

\"\"ગુજરાત : રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક એક શખ્સ ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં લગભગ છેલ્લા બે માસથી જેલવાસ ભોગવી રહેલા દેવાયત ખવડે વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જેને સેશન્સ કોર્ટેએ ફગાવી દીધી છે.આ મામલે સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલ કરાઈ હતી. જે બાદ કોર્ટે નિર્ણય જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગોંડલ પંથકના રાજકીય આગેવાના પરિવારમાં લગ્ન પ્રસંગ સહિત અન્ય લગ્ન પ્રસંગો તેમજ શિવરાત્રીના પર્વ નિમિત્તે તેણે અગાઉથી જ કાર્યક્રમોનું એડવાન્સ બુકીંગ મેળવ્યું હતું. ત્યારે વચગાળાની જામીન અરજીને કોર્ટે રદ કરી છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ