બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ ગુજરાતી લોકડાયરા કલાકારો ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયાને સન્માનિત કર્યા

મુંબઈ, : ગુજરાતી કલાકારોમાં અદકેરું સ્થાન ધરાવતા સ્વર કિન્નરી ગ્રુપના ભાનુભાઈ વોરા અને શ્રીમતી તૃપ્તિ છાયાએ બોરીવલી ધારાસભ્ય અને ભાજપ મુંબઈના મહામંત્રી સુનીલ રાણેની મુલાકાત લીધી હતી. ઉત્તર મુંબઈ ભાજપ પ્રસિદ્ધિ પ્રમુખ નીલા બેન સોની રાઠોડએ આ મુલાકાત દરમિયાન સુનિલ રાણેને ગુજરાતી કલાકારોની કોરોના કાળ દરમિયાન આર્થિક વિટંબણાની રજૂઆત કરી હતી. બોરીવલી એ ગુજરાતી મતદારોનો ગઢ છે. આવનારા દિવસોમાં આ કલાકારોને કંઇક રોજીરોટી ઉપલબ્ધ થાય તેવો આગ્રહ નીલાબેન સોનીએ કર્યો હતો. ધારાસભ્ય સુનીલ રાણેએ ખૂબ ગંભીરતા પૂર્વક આ વિષયને સાંભળ્યો અને સમજ્યો હતો. સાથે એમણે પૂર્ણ બાહેધરી આપી હતી કે ચોક્કસ ગુજરાતી કલાકારો માટે નજીક ના ભવિષ્યમાં દરેક હાથને કામ મળી રહે તેવા આયોજનો ભાજપ વતી કરીશું.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું \’કર્મયોદ્ધા\’ પુસ્તક અને શાલ ઓઢાડી લોક કલાકાર શ્રી ભાનુભાઈ વોરા અને બહેન તૃપ્તિ છાયાનું સ્વાગત કર્યું હતું.