બોરીવલીમાં મહાનગરપાલિકાના તોડકામ વિરૂદ્ધ રસ્તા રોકો

મુંબઈ : બોરીવલી પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ રોડ પહોળો કરવામાં અડચણ રૂપ અનેક દુકાનો સહિતના બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોક્ષ પ્લાઝાની બાજુમાં આવેલા શિવ મંદિરના અમુક ભાગ અને બાજુમાં આવેલ દુકાન તોડી પડતા દુકાનદારો અને શિવ ભક્તિમાં ગુસ્સો અને રોષની લાગણી જોવા મળી હતી. આ બાબતે દુકાનદારો કહી રહ્યા હતા કે અમારી પાસે સ્ટે છે અને દુકાન બંધ હોવા છતાં પણ દુકાનો નોટિસ આપ્યા વિના તોડવામાં આવી છે. આ બાબતે બીએમસી અધિકારી સાથે સંપર્ક નિષ્ફળ રહ્યો હતો.
આ ઘટનાને પગલે રસ્તા રોકો કરવાનો પ્રયાસ કરનાર લોકો અનેક લોકોની પોલીસે ધરપકડ કરી હતી.