મુંબઈ : આપણી અને આપણા દેશની સુરક્ષામાં ભારતીય સેના અને પોલીસ વિભાગ હંમેશા તૈયાર હોઈ છે. આપણે પરિવાર સાથે તહેવારોની ઉજવણી ત્યારે કરીએ છે જયારે દેશની સરહદ પર સેના અને દેશની અંદર પોલીસ પોતાના પરિવારથી દૂર સમગ્ર જનતાને પોતાનો પરિવાર સમજી ફરજ નિભાવે છે. દેશના નાગરિકોની પણ તેમના તરફ કંઈક ફરજ છે તેઓને કઈ મેળવવાની માન-સન્માન સિવાય કોઈ આશા નથી હોતી.
એક શામ વતન કે રખવાલો કે નામ ના મ્યુઝિકલ કાર્યક્રમમાં એનએસજી (બ્લેક કેટ કમાન્ડો), મુંબઈ પોલીસના અધિકારીઓ, ઉદ્યોગપતિઓની હાજરીમાં ૨૦ કોમ્પ્યુટરની ભેટ આપી હતી. આ કાર્યક્રમના સંચાલક પ્રશાંત રાવએ દેશભક્તિ અને હાસ્યના અનેક પ્રસંગો રજુ કરી શ્રોતાઓના મનોરંજન સાથે પ્રસિદ્ધ ગાયિકા કવિતા મૂર્તિ સહીત ગાયકોએ સુમધુર ગીત સાથે કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
બોરીવલીના આંગણે એક શામ વતન કે રખવાળો કે નામ ના મ્યુઝિકલ કાર્યક્રમ કેતન મહેતા, પ્રો. ડી.પી. મેહતા અને અશોક ગાંધીએ હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્વેતા ધાનક, ન્યુ સાઈબાબા વેલ્ફેર એસો. ભરત જગડા ડો. પરાગ અજમેરા, જલારામ સ્ટીલ ફર્નિચર, પુરસોત્તમ સોજીત્રા, રોટરી ક્લબ ઓફ બોરીવલી સહીત અનેક માન્યવરોના સહયોગથી સફળ આયોજન કર્યું હતું.
