બોરીવલી એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી બન્યા ડિલિવરી બોય

\"\"\"\"
સ્વાભિમાન ભારત : મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનના ચોપડે ઘણા દિવસથી ફરાર આરોપીને પકડવા પોલીસ અધિકારી ડીલિવરી બોય બન્યા. એમએચબી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર દીપક હિંદેને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ઘણા કેસમાં ફરાર આરોપી પોપટ જાધવ ઉર્ફે બચકાના બોરીવલી રેલવે સ્ટેશનની નજીક રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહે છે. જેના આધારે પોલીસ અધિકારીઓએ તેને ઝડપી લેવા ડિલિવરી બોય બનીને ત્રણ/ચાર દિવસ તે વિસ્તારમાં ફરી આરોપીના કહેવાતા ઘર પર નજર રાખી હતી તે સમયમાં જાણકારી મળી કે વહેલી સવારની ચર્ચગેટ જતી ટ્રેન પકડી નીકળી જતો અને ચર્ચગેટથી બોરીવલી આવતી છેલ્લી ટ્રેન પકડી ઘરે આવતો. પોલીસે ખાતરી કરીને તેને ઝડપી લીધો હતો.
એમએચબી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુધીર કુડાલકરે પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી ફરાર ર આરોપી 13 વર્ષની ઉંમરે તેના પિતા સાથે ઉસ્માનાબાદથી મુંબઈ આવેલ હાલ તેની ઉમર 29 વર્ષ છે અને તેના પર લૂંટ અને પોકેટમારીના લગભગ 26 ગુન્હા નોંધાયેલા છે એ સાથે એક હત્યાનો કેસ છે.

\"\"
adv.