ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના 66મા મહા નિર્વાણ દિન નિમિત્તે સુરક્ષા અને સગવડ હેતુ રેલવે પોલીસે કર્યા ફેરફાર

\"\"Hમુંબઇ : ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમના માટે દરેક ભારતીયને માન છે.ભારતીય સંવિધાન લખવામાંમાં તેમની મહત્વ ભૂમિકા રહી છે.
તા. ૬/૧૨/૨૦૨૨ના તેમની પુણ્યતિથિ નિમિતે મુંબઈના દાદર ખાતે ચેતન્યભૂમિ માં આવેલ સમાધીના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા લાખો લોકો આવે છે.
ભારતીય રેલવેની મુંબઇ લોકલ ટ્રેનમાં લગભગ ૭૨ લાખ લોકો પ્રવાસ કરે છે અને રોજના ૧૨ થી ૧૫ હજાર પાસધારકોનો વધારો થાય છે એ પ્રમાણે ૬ ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા લગભગ ૭૫ લાખ પર પહોંચવાની શક્યતા છે. એવી માહિતી રેલવે પોલીસ આયુક્ત કૈસર ખાલિદ દ્વારા આપવામાં આવી હતી આ સાથે તેમણે મ.પો.અધિનયમ ૧૯૫૧ કલમ 36 (ક) (ગ), 37 (4) અનુસાર આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરી દાદર મધ્ય અને પશ્ચિમ રેલવે સ્થાનકમાં તા. ૦૫/૧૨/૨૦૨૨ ના ૦૦.૦૧ થી તા. ૦૬/૧૨/૨૦૨૨ના ૨૪.૦૦ સુધી અનુયાયીઓ અને રોજિંદા પ્રવાસીઓ માટે ફેરફાર કર્યા છે જે આ મુજબ છે
દાદર મધ્ય અને પશ્ચિમ રેલવે સ્થાનકમાં પૂર્વ-પશ્ચિમને જોડનાર મોટો બ્રિજ અને પ્લેટફોર્મ નં. ૬ પર આવેલ દરેક પ્રવેશદ્વાર શહેર તરફથી આવતા પ્રવાસી અને અનુયાયીઓ માટે બંધ રહેશે . આ બ્રિજ ફક્ત લોકલ અને મેલ ટ્રેનથી આવનારા પ્રવાસીઓ માટે શહેરમાં જવા અથવા એકથી બીજા પ્લેટફોર્મ પર જવા ખુલ્લો રહેશે.
સ્કાય વોક.. પૂર્વ-પશ્ચિમની શહેર તરફથી રોજિંદા પ્રવાસીઓ અને અનુયાયીઓને દાદર રેલવે પ્લેટફોર્મ પર આવવા માટે ખુલો રહેશે.
પદચારી પુલ…. દાદર મધ્ય અને પશ્ચિમ રેલવે સ્થાનક પર ઉપનગરીય/મેલ ગાડીથી દાદર આવનારા પ્રવાસીઓ અને અનુયાયીઓ પૂર્વ – પશ્ચિમ જવા માટે ઉપયોગ નહીં કરી શકે. આ સાથે અનેક ફેરફારો અનુયાયીઓ અને પ્રવાસીઓની સુરક્ષા અને સગવડતા હેતુ કરવામાં આવ્યા છે.
મુંબઇ પોલીસ, રેલવે પોલીસ, આરપીએફ સહિત સરકારી પ્રશાસનને સહયોગ કરો.

मुम्बई पुलिस, रेलवे पुलिस, आरपीएफ, रेल विभाग समेत सभी प्रशासनिक विभाग को सहयोग के साथ नियमो का पालन करे