ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું….

\"\"\"\" મોજ માં રહેવું…. ગુજરાતી ગીતની આ લાઇન અપનાવી છે ભાવેણાવાસીઓએ

ગુજરાત : તા. ૧૩/૧૧/૨૦૨૨ના લોકો જ્યારે વહેલી સવારના ગુલાબી ઠંડીમાં મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે ભાવનગરવાસી સવારના ૬.૦૦ કલાકે આતાભાઈ ચોકમાં ગીત-સંગીત પર ઝૂમી રહ્યા હતા. SMALL WONDERS – પ્લે હાઉસ/ પ્રી નર્સરી અને EKTA\’S COLEST આર્ટિફિશિયલ ફ્લાવર સ્ટુડિયો દ્વારા હર્ષા રામૈયા અને એકતા શાહના માર્ગદર્શનમાં ભાવેણાવાસીઓ માટે HAPPY STREET DAY નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક કલાકારોએ સરસ ડાન્સ, ગરબા રજૂ કર્યા હતા. આજના સમયમાં નાના બાળકો મોબાઈલને કારણે જૂની રમતો જેનાથી શારીરિક ફાયદો પણ મળતો એ ભૂલી રહ્યા છે અથવા અજાણ છે. એવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે ભાવનગરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંદેશ આપતું એક નાટક પણ રજુ કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોના આ કાર્યક્રમનું સફળ સંચાલન પુનિત પુરોહિતે કર્યું હતું
આ પ્રકારનો કાર્યકર્મ પહેલા પણ કરવામાં અવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી લોકડાઉનને કારણે બંધ હતો. સતત તણાવમાં રહેતા લોકોમાં ઉર્જાનો સંચાર થાય અને સાચો આનંદ મેળવે એવી માહિતી આપતા તેમણે સફળ કાર્યક્રમના આયોજનમાં અમૂલ્ય સહયોગ બદલ ભાવનગરના કલેક્ટર, મહાનગર પાલિકા, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, અગ્નિશમન દળ સહિત અનેક સંસ્થાઓનો આભાર પ્રકટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિશેષ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ સહિત કલેક્ટર, પોલીસ અધિકારીઓ, કવિયત્રી અંજના ગોસ્વામી, સમાજ સેવક નરેન્દ્ર પનારા ઉપસ્થિત રહ્યા હતા

\"\"