ભાવનગરમાં ૧૯૮૦થી અવરિત ચાલતી શિશુવિહાર બુધસભા

\"\"ગુજરાત : ભાવનગરમાં શિશુવિહાર બુધસભાની શરૂઆત 1980ની સાલમાં કરવામાં આવી હતી. તા. ૨૫/૦૧/૨૦૨૩ના રોજ 2219મી બેઠક લાલજીભાઈ બાંભણિયાના સંચાલન હેઠળ મળી હતી.
આ માસના કવિ વિશેષ ઉપક્રમ અંતર્ગત કવિ દાન વાઘેલાએ ભાવનગરના ગઝલકારોનો ખૂબ રસપ્રદ ઇતિહાસ વર્ણવ્યો. બુધસભામાં મુંબઈથી સ્વાભિમાન ભારત સમાચારપત્રના તંત્રી ભરત સતિકુંવર ઉપસ્થિત રહ્યા હતા..
આ બુધસભામાં ડૉ. માનસીબેન ત્રિવેદીને જિલ્લા ઇનો્વેશનમાં નંબર પ્રાપ્ત કરતા હીનાબેન અને દીપાબેનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગરના પ્રસિદ્ધ કવિયત્રી અંજના ગોસ્વામીએ સ્વાભિમાન ભારત સાથે વાત કરતા કહ્યું હતું કે બુધસભા એક એવું મંચ છે જ્યાં તમે તમારી રચનાઓ રજૂ કરી શકો છો. જાણીતા અને મોટા કવિઓની હાજરી ઉત્સાહમાં વધારો કરે છે સાથે જ તેમનું માર્ગદર્શન ઉપયોગી બની રહે છે.

\"\"
જા×ખ