ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

ભાવનગર વિશેષ

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

પ્રતિનિધિ સંદીપ પરમાર
ભાવનગર :
કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર મોદી, મંત્રી ડૉ.જે.પી મૈયાણી, કોષાધ્યક્ષ ડો.ગીરીશ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ, બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે તા.૧૪-૦૪-૨૦૨૧ને ડો.આંબેડકર જ્યંતિના દિવસે ડો.ઓમભાઈ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી અંતર્ગત ટ્રસ્ટી પ્રિતીબહેન અને સ્ટાફ સાથે ૧૧ ગાયત્રીમંત્રની આહુતી આપી સંસ્થા પરિસરમાં યજ્ઞયાત્રા કરી ઔષધિયુક્ત સામગ્રી સાથે યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સમગ્ર સંસ્થા પરિસરને ડો.ઓમ ત્રિવેદીએ સેનેટાઈઝ કરી સમગ્ર વાતાવરણ સુગંધિત અને ઉર્જાવાન કર્યું હતું.
આ સમગ્ર આયોજન સંસ્થાના ટ્રસ્ટી પ્રીતિબહેન જે.મૈયાણીના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ તેમજ આ પવિત્ર કાર્ય માટે સંસ્થા દ્વારા ડો. ઓમ ત્રિવેદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ સંચાલક તાપીબાઈ વિકાસગૃહ, ભાવનગરની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

કોવિડ-૧૯ મહામારીને કારણે જિલ્લા તિજોરી કચેરી ખાતે રૂબરૂ ન આવવા અનુરોધ

ભાવનગર : ગુજરાત સરકાર, ગૃહ વિભાગના હુકમ અન્વયે અત્રેની કચેરી દ્વારા પેન્શન મેળવતા સર્વે પેન્શનરોને જણાવવામાં આવે છે કે, તા.૩૦-૦૪-૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિમાં બંધ રહેશે. સરકારી કચેરીઓમાં અનિવાર્ય સંજોગો સીવાય મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે નહી. વાર્ષિક આવક પ્રમાણપત્ર CYBERTREASURY.GUJARAT.GOV.IN પોર્ટલ પરથી DOWNLOAD કરી શકાશે અથવા E-MAIL તથા પત્ર વ્યવહારથી મંગાવી લેવા તેમજ વધુ વિગત માટે જિલ્લા તિજોરી કચેરીનો ફોન નં.૦૨૭૮-૨૫૧૮૯૦૮ તથા E-MAIL ID – treasury-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા જિલ્લા તિજોરી કચેરી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

આજે જિલ્લામા ૧૭૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૭૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૩૮૨ કેસો પૈકી ૧,૧૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૭૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૩૮૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૬ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૧૦૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં કુલ ૬૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬૩ અને તાલુકાઓમાં ૧૬ કેસ મળી કુલ ૭૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૮,૩૮૨ કેસ પૈકી હાલ ૧,૧૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.