મને તો આમાં કાંઈ ખબર ન પડે…

◆ આમ તો \’રોહિણી\’ એક શિક્ષિત યુવતી પણ પહેલાંથી\’જ ઘરની કોઈ જવાબદારી સ્વીકારતી ન હતી… દરેક બાબતમાં બીજા પર આશ્રિત રહેતી… મમ્મી પપ્પાનું એક માત્ર સંતાન હોવાથી મમ્મીના ગયા પછી પપ્પા એને સમજાવતા ખરા કે દીકરા હવે જવાબદારી સંભાળતા સીખ … ત્યારે એ કહેતી \”પપ્પા તમે છો તો મને ફિકર શેની\”??…
◆ લગ્નના બે વર્ષ પછી પપ્પા જતા રહ્યા… એમનું પોતાનું મકાન, જમીન, અને બીજી પ્રોપર્ટી \’રોહિણીના\’ નામે કરતા ગયા… જવાબદારી થી દુર ભાગતી \’રોહિણીના\’ માથે હવે જવાબદારી આવી ગઈ… પપ્પાની પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટ વિશે ઝાઝુ ખબર ન હોવાથી રોહિણી એના પતિ માર્મિકને કહેતી \”મને તો આમાં કાંઈ ખબર ન પડે\” તમે જરા જોઈ લેજો… અને એ રીતે માર્મિક બધો વ્યવહાર \”સંભળતો થયો…
◆ શરૂવાતમાં \’માર્મિક\’ દરેક વ્યવહાર વખતે \’રોહિણીને\’ પૂછતો… પણ હવે એ પોતાની મેળે સ્વતંત્ર વ્યવહાર કરવા લાગ્યો… ક્યારેક \’રોહિણી\’ પુછતી તો \’માર્મિક\’ અકળાઈ જતો…
રોહિણી હવે એક બાળકની માતા બની… \”ઓફીસના લોકો પણ \’રોહિણીને\’ સમજાવતા કે \’માર્મિક\’ પર આટલો આંધળો વિશ્વાસ કરવો ઠીક નથી.\” ત્યારે પણ \’રોહિણી\’ એનો ટીપીકલ જવાબ આપતી \”મને તો આમાં કાંઈ ખબર ન પડે\”…
◆ એક રીતે જોવા જઈએ તો \’રોહિણી\’ નું હવે \’માર્મિક\’ આગળ ચાલતું નથી… \’માર્મિક\’ કહે એમ કરવાનું… જ્યાં કહે ત્યાં સહી કરી આપવી…
થોડા દિવસ પહેલા દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરવાની ના પાડી તો \’માર્મિકે\’ એને માર મારેલો… ઑફિસના મિત્રોને ખબર પડી તો તેઓએ \’રોહિણીને\’ ઘણી સમજાવી… પણ હવે એના હાથમાં કાંઈ રહ્યું ન હતું…
વાત હવે છૂટાછેડા સુધી આવી ગઈ… અને ગુસ્સામાં \’રોહિણી\’ પપ્પાના ઘરે જાઉં છું કરીને પોતાના પપ્પાના મકાને ગઈ ત્યાં ખબર પડી કે એના પપ્પાનું મકાન \’માર્મિકે\’ વેંચી નાખ્યું છે.!!
◆ આજે \’રોહિણી\’ શહેરથી દૂર ભાડાના મકાનમાં પોતાના બાળક સાથે રહે છે…
\”આવી ઘણી રોહિણી\” આપણી આસપાસમાં મળી આવશે… જેઓ કહેતી હોય છે. \”મને કાઈ ખબર ન પડે\” કહીને પોતાના ભાઈ અથવા પતિ પર આંધળો વિશ્વાસ મૂકીને છેવટે ધોકો ખાતી હોય છે. \’રોહિણી\’ જેવી શિક્ષિત યુવતીઓ પોતાના ભાઈ, પતિ અથવા કુટુંબના અન્ય સભ્યો પર આંધળો વિશ્વાસ મૂકીને જીવનભરની સાચવી ને રાખેલી સંપત્તિ અજાણતામાં ગુમાવી નાખે છે…
◆ દરેક બહેનોને એક વણમાંગી સલાહ કે ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો…
ભલેને એ તમારો ભાઈ, પતિ કે દીકરો કેમ ન હોય!! કોઈ પણ પેપર પર સહી કરતા પહેલા વાંચી લેવું… જો લખતા વાંચતા ન આવડતું હોય તો કોઈ પાસે વંચાવી લેવું… ત્યારબાદ યોગ્ય લાગે તો સહી કરવી…
◆ દરેક બાબતમાં કોઈના આશ્રીત બનવા કરતા પોતાની રીતે વ્યવહાર સાંભળતા શિખવું જરૂરી છે…
ક્યારે પણ એવું ન વિચારવું કે \”મને આમાં કાઈ ખબર ન પડે,\”
મિત્રો આ વિષયમાં તમારા અભિપ્રાય જરૂરથી જણાવશો… અને તમને યોગ્ય લાગે તો તમારા અન્ય ગ્રુપમાં કે મિત્ર સર્કલમાં જરૂરથી ફોરવર્ડ કરશો…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599