મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાયા બાદ પધારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ભાવેણાની ધરતી પર ભવ્ય સ્વાગતની તૈયારી

એરપોર્ટથી ઘોઘા સુધી કેસરિયા માહોલ વચ્ચે ધજા-પતાકા અને ડી.જે. સાથે વિશાળ બાઇક અને ફોરવિલ વાહનો સાથે રેલી – શહેર ભા.જ.પા.માં અનેરો ઉત્સાહ, ઉમંગ અને ઉર્જા

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર :
સમગ્ર ગુજરાત સહિત ભાવનગરની મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓ સહિત તમામ સ્તરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મેળવેલી ભવ્ય જીત અને ચોતરફ લહેરાયેલા કેસરિયા બાદ પ્રથમ વખત ભાવનગર પધારી રહેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કેસરિયા માહોલ વચ્ચે કેસરી ધજા-પતાકા, કામનો બેનર, હોર્ડિંગ, ડી.જે, આતશબાજી વચ્ચે એરપોર્ટ ખાતે ભવ્ય સન્માન સાથે ભવ્યાતિભવ્ય બાઇક અને ફોરવિલ વાહનો સાથેની રેલી યોજાશે આ ભવ્ય કાફલા સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,
પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, રાજ્ય સરકારના મંત્રી અને પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગળીયા, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી ડી.બી.ચુડાસમા સહિતના આગેવાનો જોડાશે.
કાર્યક્રમ અંગે માહિતી આપતા શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે \”ના ભૂતો ના ભવિષ્યતિ\” સમાન આ ભવ્ય કાર્યક્રમ ઐતિહાસિક બનવા જઇ રહ્યો છે આઝાદી પછી પ્રથમવાર ઘોઘા સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં કેસરિયો લહેરાતા શહેર અને જિલ્લા ભા.જ.પા. આયોજિત કાર્યક્રમમાં પધારતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું એરપોર્ટ ખાતે ભવ્યાતિભવ્ય સન્માન બાદ વિશાલ બાઇક અને ફોરવિલ વાહનો સાથેની રેલી સ્વરૂપે કાફલો કેસરિયા માહોલ સાથે કાર્યકર્તાઓને ઉત્સાહ, ઉમંગ અને ઉર્જા વચ્ચે અબીલ, ગલાલ અને કંકુની છોળો વચ્ચે કેસરિયા ધજા, પતાકા, ડી.જે. અને વાહનોના કાફલા સાથે એરપોર્ટથી બપોરે ૪/૦૦ કલાકે નીકળી બાલા હનુમાન, સુભાષનગર, શહેર ફરતી સડક, શિવાજી સર્કલ મંત્રેશ કોમ્પલેક્ષ, ગૌશાળા, સ્વા.ગુરૂકુળ થઈ અકવાડા, પીપળીયા પુલ થઈ ઘોઘા પહોંચશે જ્યાં ઘોઘા ખાતે સાંજે ૫/૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં આઝાદી પછી પ્રથમ વાર લહેરાયેલ કેસરિયા બદલ ભવ્ય કાર્યક્રમ જિલ્લા ભા.જ.પા. દ્વારા યોજાશે.
આ કાર્યક્રમમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીઓ, સક્રિય સદસ્યો, તમામ વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ સહિત વોર્ડ સંગઠનની ટિમ, પેઈજ પ્રમુખો, પેઈજ સમિતિના સદસ્યોને જોડાવા ભા.જ.પા. મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમાએ સયુક્તમાં અનુરોધ કરેલ છે તેમ પ્રવક્તા આશુતોષ વ્યાસની યાદીમાં જણાવાયું છે.