મુંબઈ : થોડા સમય પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પાર્ટીના ઝંડો બદલાવ્યો તે સાથે પક્ષના પદાધિકારી અને કાર્યકર્તામાં જોશ અને ઉમંગનો સંચાર થયો છે.
બોરીવલીમાં દહિસર વિધાનસભા પ્રભાગ ક્રમાંક :૧૦ના શાખા અધ્યક્ષ ગણેશ વી. પૂજારીએ માહિતી આપતા કહ્યું કે સ્થાનિક જનતા પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે સહેલાઈથી સંપર્ક કરી શકે એ માટે શરુ કરવામા આવેલ પ્રભાગ ક્રમાંક : ૧૦ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ધઘાટન મનસે ઉપાધ્યક્ષ અનિલ ખાનવિલકરના શુભ હસ્તે અવધૂત ચવ્હાણ (ઉપાધ્યક્ષ ) વિજય પવાર (સચિવ વિધિ વિભાગ), પાંડુરંગ રાણે (ઉપવિભાગ અધ્યક્ષ), રમાકાંત મોરે (ઉપવિભાગ અધ્યક્ષ), અપૂર્વા કદમ (મહિલા ઉપવિભાગ અધ્યક્ષ), વંદના કદમ (મ. શાખા અધ્યક્ષા)ની હાજરીમાં કર્યું હતું. આ પ્રસંગે મનસેના પદાધિકારી વિનોદ ફડતરે, શેલેન્દ્ર સાલ્વી, મનોજ ભોંસલે, ચેતન વૈધ્ય, અંકુશ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
