Home Culture મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામા “ બેટી બચાવો, બેટી પઢાવો...

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામા “ બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહ” ની ઉજવણી કરાઈ

954
0

૫૦ દિકરીઓને દિકરી વધામણા કિટ તથા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ૧.૧૦ લાખના સહાય મંજુરી આદેશ આપવામા આવ્યા

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમા દિકરીઓની ભ્રૂણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે, દિકરીઓમા શિક્ષણનુ પ્રમાણ વધે તે હેતુથી તા:૦૭/૦૧/૨૦૨૧ થી ૧૩/૦૧/૨૦૨૧ સુધી બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.ભાવનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહ અન્વયે પ્રથમ દિવસે ગુજરાત સરકાર તથા ભારત સરકાર પુરસ્કૃત દિકરીઓલક્ષી વિવિધ યોજનાઓની માહિતિ મળી રહે તે હેતુથી કાર્યક્રમનુ આયોજન કરેલ, બીજા દિવસે સામુહિક આરોગ્ય કેંદ્ર સણોસરા ખાતે કિશોરીઓને પોષણ અને આરોગ્ય વિષય પર આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન તથા ૫૦ જેટલી કિશોરીઓને મેંસ્ટ્રુઅલ હાઇજેનીક કિટ આપવામા આવેલ. ત્રીજા દિવસે પાટણા ખાતે કન્યા શાળામા માધ્યમિક શિક્ષણમા દિકરીઓને પ્રોત્સાહન વિષય પર કાર્યક્રમ હાથ ધરાયેલ, ચોથા દિવસના કાર્યક્રમમા ભાવનગર ખાતે બહુમાળી ભવનમા દિકરીઓની ઘટતી સંખ્યા, સ્ત્રી ભ્રુણ હત્યા, બાળ મૃત્યુ દર ઘટાડવા બાબતે ડો. રેવર દ્વારા માર્ગદર્શન આપવામા આવેલ હતુ. પાંચમા દિવસે ઘોઘા ખાતે સ્થાનિક દિકરીઓની સાફલ્ય ગાથા વિષય પર કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતુ. છઠ્ઠા દિવસે વી.પી કાપડીયા કોલેજ ખાતે કાર્યક્રમનુ આયોજન કરી દિકરીઓ પર થતિ જાતિય હિંસા સામે સુરક્ષા અને સલામતિ વિષય તેમજ પોસ્કો એક્ટ અંતર્ગત માહિતિ આપવામા આવેલ હતી. સપ્તાહના છેલ્લા ને સાતમા દિવસે ચાલુ માસમા જન્મેલ ૫૦ જેટલી દિકરીઓને દિકરી વધામણા કિટ તથા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી દિકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦/- (એક લાખ દ્શ હાજાર) ના સહાય મંજુરી આદેશ આપવામા આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.વી. કાતરીયાએ જણાવ્યુ હતું કે આ સમગ્ર સપ્તાહના દરેક કાર્યક્રમમા ભાગ લિધેલ દરેક દિકરીઓને દિકરી સુરક્ષા કવચ બુક, તેમજ બેટી બચાવો બેટી પઢાવોની નોન-વુવન બેગ પણ આપવામા આવેલ તથા સદહરુ સપ્તાહની ઉજવણીનુ આયોજન કરવા પાછળ સમાજમા દિકરીઓના જન્મને આવકારવામા આવે, દિકરા દિકરી વચ્ચેના ભેદ દુર થાય તેમજ સેક્સ રેશીયો પ્રમાણસર જળવાઇ રહે તે અંગે સમાજ ગંભિર બને અને દિકરીઓની થતિ ભૃણ હત્યા અટકે અને દિકરીઓને પુરતુ શિક્ષણ મેળવે તેવો સરકારશ્રીનો અભિગમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here