"માં" હું તારા જેવી લાગુ છું ?

તસવીર મારી તસવીર સાથે સરખાવી લઉ છું\”માં\” શું હું તારા જેવી લાગુ છુ?!

નાનકડા હાથે તારા કેશ ગુંફવાની એ જીદ મારા કેશ ગુંફિંને ઉ તારી લઈ છું \”મા\” શું ત્યારે તારા જેવી લાગુ છું ?

બહુ લખ્યા એકડાને વળી લખી કઈ કવિતાઓ..પણ તારાએ લાડકવાયા લાડ કલમે ઉતારું,\”મા\” હું તારા જેવી લાગુ છું?

ઓઢી લઉં ગમે એટલી આધુનિકતાને,સાડલા માં વિંટાઈ પહેરી લઉ તને જ! ત્યારે \”મા\” હું તારા જેવી લાગુ છું ?

જોવા ચાહું તુજ અમિયલ આંખલડીનિહાળું અરીસો ..ને મલકી લઉ થોડું ..ત્યારે \”મા\” હું તારા જેવી લાગુ છું ?

જીવનની ઝંઝાવાતમાં ઝૂઝીને જીતુ છું જ્યારે લાગે છે મને હું તારા જેવી લાગુ છું !!

અસ્તિત્વને તારા મારામાં અનુભવું છું ને ગર્વું છું..મમતાને તારી ઝંખું છું ..\”મા\” કહે ને ..હું ખરેખર તારા જેવી લાગુ છું ?

આશા ભરત બેરડીયા