માતાનો સ્નેહ કે ભક્તની આસ્થા

◆ આજની કથા થોડા દિવસ પહેલા બનેલી સત્ય ઘટનાપર આધારિત છે….
સ્થળ મધ્યપ્રદેશ દાંતીયા જીલ્લો…. સમય રાત્રે 11 વાગે સંજની યાદવ નામની મહિલા પડરી ગામથી પોતાના પતિ સાથે ત્યાંની જિલ્લા હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવે છે…
ત્યાં ડૉ. આશુતોષ આર્ય ડ્યુટીપર હતા.
મહિલાના હાથમાં સુંદર મુલાયમ વસ્ત્રમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી… ડોક્ટર સાહેબ મારો લાલો દાઝી ગયો છે… કૃપા કરીને એને જુવો… કોઈ તકલીફતો નથી ને મહિલાએ એક શ્વાસમાં ડૉક્ટર આશુતોષને કહ્યું… અને સાથે લાવેલી લડડુ ગોપાલની મૂર્તિ એમની સામે ધરી..
◆ ડોકટર સાહેબ ઘડીકમાં પેલી મહિલાને જોતા તો ઘડીકમાં લાલાની મૂર્તિને.
લોકો અહીંયા ઈમરજન્સીમાં આવતા ખરા પણ આ રીતે કોઈ ભગવાનની મૂર્તિ લઈને આવે એ ડૉક્ટર સાહેબ માટે પણ નવું હતું !!….
ભક્તોપણ ખરા હોય છે!!…આસ્થા પણ કેવી કેવી. આવનારી મહિલાની આંખમાં આંસુની સાથે ચિંતા પણ હતી…
મારો લાલો ઠીકતો છે. ને,? એણે ડૉક્ટર સાહેબને આજીજી કરતા પુછયુ….
ડૉક્ટર સાહેબ તરત સમજી ગયા, આતો સ્નેહ અને આસ્થાનો સવાલ છે…?
કોઈ જાતની આનાકાની કરવાનો કોઈ અર્થ નહતો…
કોઈપણ સવાલ કર્યા વગર ડૉક્ટર સાહેબ લાલાને તપાસવા લાગ્યા, જેથી કરીને આવેલી મહિલાને ધરપત થાય… થોડીવાર તપાસ કર્યા બાદ, સ્ટેથોસ્કોપ હાથમાં લઈને આવનાર મહિલાને પૂછયું… શું થયું છે. તમારા લાલાને??
◆ ડૉક્ટર સાહેબ \”સાંજે મંદિરમાં દિપક પ્રગટાવતી વખતે મારા બાલગોપાલને મંદિરના દીવાની ઝાળ લાગી ગઈ કદાચ એ દાઝી ગયો છે. એથી એ બીમાર લાગે છે…ડૉક્ટર સાહેબ, જરા તપાસીને કહો કે મારો લાલો વધારે દાઝયો નથીને??
\”આને કહેવાય ભક્ત અને ભગવાનનો સંબંધ!! પોતાની તકલીફમાં ભગવાને શરણે જનાર ભક્ત જ્યારે એના ભગવાન દાઝી ગયા તો રાતના અગિયાર વાગે પોતાના ગામથી દૂર જિલ્લા હોસ્પિટલમાં પોતાના બાળકની માફક ભગવાને ખોળામાં લઈને આવે છે. ખરૂં કહેવાય ને!!
◆ ડૉક્ટર સાહેબ પણ આ સમજદાર હતા. \”અહીં સવાલ એક ભક્તની આસ્થાનો જ નહીં એક માતાના સ્નેહનો પણ હતો… !!
એમણે લાલાના શરીરની સંપૂર્ણ તપાસ કરીને સંજની યાદવને કહ્યું…
\”અમ્મા આપકા કનૈયા બિલકુલ ઠીક હૈ! તમારા લાલાને કોઈ તકલીફ નથી\”.
\”તમે ઘરે જાવ!! જો કોઈ તકલીફ જેવું જણાય તો પાછા આવશો!!.\”
\”મને નથી લાગતું. તમારા લડડુ ગોપાલને પાછા હોસ્પિટલમાં આવવું પડે\”…
\’આતે કેવી આત્મીયતા ડોકટર અને દર્દીના સંબધી વચ્ચે.\’..
◆ ઘણાં લોકો આને અંધશ્રદ્ધા કહેશે… તો ઘણાં લોકોને ડૉક્ટર પ્રત્યે શંકા થતી હશે..
જે હોય એ એક ડૉકટરે એક માતાની (ભક્તની) લાગણીને માન આપીને તપાસ કરી.. અને બધું હેમખેમ છે. એવું કહ્યું ત્યારે એ માતાના (ભક્તના) ચહેરા પર જે ખુશી આવી એને જોઈને ડૉક્ટર સાહેબની આંખ ભીંજાય ગઈ…
યશોદા મૈયાની પ્રતિમૂર્તિ એવા આ\’\”સંજની યાદવની\” લાલા પ્રત્યેની આસ્થાને સાષ્ટાંગ પ્રણામ…
\”કોઈની આસ્થા પ્રત્યે ક્યારેય કોઈ સવાલ કરવો યોગ્ય નથી\”…
◆ આને તમે શું કહેશો??માતાની મમતા કે એક \”પ્રભુ ઘેલી\” ભક્તની આસ્થા…!!
\”મિત્રો આને શું કહેશો??\” \”માતાનો સ્નેહ કે એક ભક્તની \’લાલા\’ પ્રત્યેની આસ્થા\”
તમારા મનતવ્યો જરૂરથી જણાવશો…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599