Home Gujarat માનવતાની મહેક પસરાવતા રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ

માનવતાની મહેક પસરાવતા રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ

1174
0

ગુજરાત :રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને એક અરજી મળી જેમાં આરોપ હતો કે એક સોનીએ લોકો સાથે છેતરપીંડી કરી છે. એસીપી સરવૈયા દ્વારા આ અરજી તપાસ એસઓજીમાં ફરજ બજાવતા યુવાન પોલીસ સબ ઈન્સપેકટર મહંમદ અસ્લમ અન્સારીને સોંપવામાં આવી હતી. પીએસઆઇ અંસારીએ અરજીની ગંભીરતા ધ્યાનમાં લેતા જેના વિરુદ્ધ અરજી હતી તેને પોલીસ સ્ટેશન ના બોલાવતા સ્ટાફ સાથે તેના ઘરે પહોંચ્યા ત્યારે સોની પરિવારની દારુણ પરિસ્તિથી જોઈ તમામ સ્તબ્ધ થઈ ગયા હતા.પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક સમયમાં આ સોનીનો ધંધો ધીકતો હતો ખુબ જાહોજલાલીમાં આ પરિવાર જીવતો હતો પણ સમયની લપડાક વાગી અને ધંધામાં મોટી ખોટ આવી જેના કારણે આ પરિવાર દારૂણ સ્થિતિમાં આવી ગયો હતો. જે સોની સામે આરોપ હતો તે સોની ઘર ચલાવવા માટે ખાનગી સીક્યૂરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યા હતા આમ છતાં ઘરનું પુરુ થતું ન્હોતું પણ પડોશીઓ સારા હતા જે સમયાનંતરે સોની પરિવારને અનાજ ભરી મદદ કરતા હતા.
પીએસઆઈ અંસારી સોનીનું નિવેદન નોંધ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે કોઈની સાથે છેતરપીંડી કરી નથી પણ ધંધામાં નુકશાન જવાન કારણે તે સમયસર પૈસા ચુકવી શકયો નથી, જ્યારે પોલીસ નિવેદન નોંધવાનું કામ કરી રહી હતી ત્યારે નાનકડી છોકરી ઘરમાં ઉભી ઉભી બધુ જ જોઈ રહી હતી પણ તેના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો તે છોકરીની ઉંમર દસ વર્ષની હતી. પીએસઆઈ અંસારીનું ધ્યાન જ્યારે આ છોકરી તરફ ગયું ત્યારે તેમણે સોનીને પુછયું તો તેણે કહ્યું સાહેબ દીકરી સાંભળી શકતી નથી, જેના કારણે તે બોલી શકતી નથી. તેની સારવાર જરૂરી છે પણ પૈસા કયાંથી લાવું પીએસઆઈ અંસારી પોતાની સાથે આવેલા સ્ટાફના જીતુભા ઝાલા, ફિરોઝ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝરૂદ્દીન બુખારી સામે જોયું તેમની આંખો કહી રહી હતી. સાહેબ આપણે આ દીકરીની સારવાર કરાવીશું.આરોપીને પકડવા ગયેલી ખાખી વર્દીની પોલીસની આંખો પણ ભરાઈ આવી હતી. પીએસઆઈ અંસારી સહિત તમામ સ્ટાફે આ દીકરીને સાજી કરવાનો નિર્ણય કર્યો અને ડૉકટરને બતાડી તેને તમામ જરૂરી મદદ કરી આજે આ દીકરી ફરી સાંભળતી અને બોલતી થઈ ગઈ છે. આરોપી પર કઠોર કાર્યવાહી માટે જાણીતા પોલીસ વિભાગે પણ સાબિત કર્યું છે કે એમના હૃદયમાં પણ લાગણી અને કરુણાનું ઝરણું વહે છે

adv..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here