"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

\”મારું ગામ, કોરોનામુક્ત ગામ\”ના સૂત્ર ને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
\"\"

કિરીટ સુરેજા દ્વારા
મોરબી :
\”મારું ગામ, કોરોના મુક્ત ગામ\” અભિયાનને વ્યાપક પ્રમાણમાં જન સહયોગ મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર (ઇન્ચાર્જ) પરાગ ભગદેવ દ્વારા ટંકારા તાલુકાના કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી દર્દીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તકેદારી લેવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.
મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય વિદ્યાલય તેમજ લેઉવા પાટીદાર સમાજ ખાતે કોવીડ કેર સેન્ટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કેર સેન્ટરની મુલાકાતે મોરબી જિલ્લા ઇનચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી.વસૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ સિહોરા, તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા તથા જિલ્લા પંચાયતનાં સદસ્યો સાથે CHC, ટંકારા ખાતે કોવિડ-19 અંગેની રીવ્યુ મિટિંગ, NGO સાથે ચર્ચા, વેક્સિનેશન, ઓક્સિજન અંગેની ચર્ચા, \”મારું ગામ, કોરોનામુક્ત ગામ\” અભિયાન અંગેની ચર્ચા તથા આર્ય વિદ્યાલય ખાતે શરૂ કરેલ ફ્રી ઓક્સિજન સેન્ટર અને લેઉવા પાટીદાર સમાજ ખાતે શરૂ કરેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

\"\"