મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો, પહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી, તો ચાલો મિત્રો એ યાદોને તાજી કરીને મજા માણીએ.

શીર્ષક
મજા જ અનેરી હતી….

મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો , ષહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી , તો ચાલો મિત્રો
એ યાદોને તાજી કરીને મજા માણીએ.
\"\"

એ કીશનના વડાપાવ ને શાંતિયાની પેટીશ,
એ સરદારની ભાજીપાવ ને સાથે તીખી તમતમતી ચટણીની
મજા જ અનેરી હતી.

એ વિઠ્ઠલની ભેળપુરી ને પાંદડામાં પીરસાતી પાણીપુરી,
એ ખાઉધરા ગલીનાં મટકાં આઈસક્રીમ સાથે ભુલેશ્વરમા ફરવાની,
મજા જ અનેરી હતી.

એ મોહનના પુડલાં ને
ગુલાબીરંગનાં બરફના ગોળા તખમરીયાવાળાં,
એ ખારાકૂવાની પાપડી ને મુંમ્બાદેવીની ગરમાગરમ કે કેસરવાળી જલેબીનાં ગુંચળાંની,
મજા જ અનેરી હતી

એ શ્રીનાથ ચિમનલાલનો ચેવડો , લસ્સી ને પારસી ડેરીનું દૂધ ને ભગતનું શરબત ,
એ ભાંગવાડીનું નાટક ને એડવર્ડનાં બાંકડા પર બેસી ફિલ્મ જોવાની,
મજા જ અનેરી હતી.

એ મહિના પહેલાં લગ્નસરા પર દીપી ઉઠતો માળો,
એ લગ્નનો વરઘોડો ને પંગત પાડીને આગ્રહ કરીને જમાડવાની,
મજા જ અનેરી હતી.

એ તહેવારોમાં ગમ્મત કરતાં ભેરુબંઘો સર્વે,
એ ઉતરાણમાં ઊંધિયા ને ખીચડા સાથે ધાબે ચઢીને પતંગ ચગાવવાની,
મજા જ અનેરી હતી.

એ ચોપાટીનો દરિયો ને નરીમાન પોઈન્ટની પાળી,
એ ચોપાટીમાં રમત રમવાં સાથે સેવવાળી આઈસક્રીમની ,
મજા જ અનેરી હતી.

એ મોળાકાતમાં નર નારાયણ મંદિરમાં ગરબે રમતી ગોપીઓ,
એ ઈબ્રાહીમ ઢોલીની સાથે શરણાઈનાં સૂરમાં થતી રાસલીલાઓની,
મજા જ અનેરી હતી.

એ દિવાળીમાં ચાર વાગ્યામાં ગાજી ઉઠતી ચાલીઓ,
એ સવાર સવારમાં સાલમુબારક સાથે વિવિધ પકવાન ખાવાની,
મજા જ અનેરી હતી.

ખરેખર મુંબઈનાં (C Ward) દક્ષિણ મુંબઈનાં વિસ્તારમાં રહેવાની મજા જ અનેરી હતી !
અસ્તૂ!
જીજ્ઞા કપુરિયા \”નિયતી\”