મુંબઈના દહીંસરમાં પ્રેમિકાની હત્યાનો પ્રયાસ – એક યુવકની પોલીસે કરી ધરપકડ

આંધળા પ્રેમ અને વિશ્વાસનું પરિણામ અત્યંત ગંભીર આવી શકે છે એવા અનેક કિસ્સા આપણે જોઈએ છે લિવ – ઇન- રિલેશનશિપમાં રહેતી યુવતીઓ માટે ખતરાની ઘંટી કહી શકાય આ ઘટનાઓ

\"\" મુંબઈ : દહિસર પોલીસે એક યુવકની તેની કહેવાતી પ્રેમિકાને દારૂ પીવડાવીને મારવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરેગાંવના દિંડોશી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી બોરીવલીમાં મહિન્દ્રા ટેક કંપનીમાં કામ કરતી હતી. અને અમેય દરેકરને તે ૧૦ વરસથી ઓળખતી હતી. બંને લિવ-ઇન-રિલેશનમાં રહેતા હતા માહિતી મુજબ 13 નવેમ્બરની સાંજે જ્યારે પીડિત યુવતી તેની ઓફિસથી નીકળી ત્યારે આરોપી પ્રેમી અમયે તેને અભિનવ નગરમાં તેના મિત્રના ઘરે દારૂ પીવા માટે બોલાવી હતી જ્યાં રાત્રે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ફ્રેન્ડના બિલ્ડિંગના ટેરેસ પર અને પછી ટેરેસની ઉપર બનેલી પાણીની ટાંકી પર સાથે દારૂ પીતા રહ્યા. જ્યારે દારૂ પૂરો થઈ ગયો ત્યારે અમેયાનો મિત્ર તેના ફ્લેટમાં સૂઈ ગયો પરંતુ અમેય અને યુવતી ટાંકી પર બેઠાં હતા ત્યારે અચાનક યુવતી ટાંકી પરથી લગભગ ૧૮ ફૂટ નીચે પડી જેથી તેને કમર અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અમેય તેને હોસ્પિટલ લઈ જવાને બદલે સવારે લગભગ 7 વાગે તેના ઘરે છોડી ગયો હતો. યુવતીના પરિવારના લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે યુવતીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
હાલ દહિસર પોલીસે આ મામલે કહેવાતા પ્રેમી અમયની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

\"\"