મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો દાદર શિવાજી પાર્કમાં સવારના મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો થયો છે. સંદીપ જ્યારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ તેમના પર સ્ટંપ અને બીજા કોઇ ઘાતક વસ્તુથી જીવલેણ હુમલો કર્યો જેમાં તેમના હાથ અને પગમાં ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ ચાર ઈસમો પહેલેથી શિવાજી પાર્કમાં હતા તેમને જાણકારી હોવી જોઈએ કે સંદીપ કેટલા વાગ્યે અહી આવે છે. હાલ સંદીપનો હિન્દુજા હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આ હુમલો અંગત દુશ્મનાવટ કે રાજકીય દુશ્મનાવટ પ્રેરિત છે એની તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તા આ હુમલાથી રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

\"\"
વિજ્ઞાપન
\"\"
વિજ્ઞાપન