Home Local મુંબઈની ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ

મુંબઈની ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ

908
0

મુંબઈ : ઉપનગર ગોરેગાંવ (પૂર્વ)માં આવેલ ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી)માં ભીષણ આગ લાગવાથી એક સેટ બળીને રાખ થઈ ગયો છે. માહિતી મુજબ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીવી સિરિયલના સેટ પર શુક્રવારના સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે એક સ્ટુડિયોમાં આગ લાગી હતી. જેને કારણે બાજુમાં આવેલ ‘તેરી મેરી દૂરિયાં’અને ‘અજુની’ટીવી સિરિયલોના સેટને પણ નુકસાન થયું છે.
સૂત્રોથી મળેલી જાણકારી મુજબ આગ સિલિન્ડર ફાટવાના કારણે લાગી હતી. સ્ટુડિયોમાં રહેલ એક વ્યક્તિએ કહ્યું કે લાપરવાહી દરેક વખતે કરવામાં આવે છે. સરકાર પાસેથી ધણીવાર ફાયર સેફટીના સાધનોની માગ કરવામાં આવી છે પણ કોઈ જવાબ કે સાધનો આપવામાં આવ્યા નથી. આજે પણ ધટના સ્થળે આગ લાગ્યાના લગભગ 1 કલાક પછી ફાયર બ્રિગેટ ધટના સ્થળે પહોંચી હતી. જો કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી નથી.

એડ.
એડ