મુંબઈ : હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે. મુંબઈમાં તા. ૨૦/૦૫/૨૦૨૪ને સોમવારના મતદાન થવાનું છે તેને ધ્યાનમાં રાખી પોલીસે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. થોડા દિવસ પહેલા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ઘાટકોપરમાં લગભગ ૨.૫૦ (અઢી કી.મો) નો રોડ શો કર્યો તે પછી શિવાજી પાર્કમાં જાહેર જંગી સભા કરી જેમાં ભાજપ સાથે યુતિ કરેલ પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેની સામે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત યુતિ પક્ષોએ બિકેસિમાં એક જાહેર સભા યોજી હતી. જેને કારણે પોલીસ વિભાગ દ્વારા બસ સ્થાનક, રેલવે સ્થાનક, હાઇવે, સહિત સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ વધારી હતી. મુંબઈ પોલીસ નેતા અને નાગરિકોની સલામતી માટે અને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.( તમારો એક મત સશક્ત અને વિકાસશીલ ભારતના નિર્માણમાં મહત્વનો છે.. ફરવા તો કોઈપણ સમયે જઈ શકાય છે પરંતુ મહાપર્વ ચૂંટણી તો પાંચ વર્ષે એકવાર આવે છે )