મુંબઈમાં દહિસર પોલીસ સ્ટેશન અંતર્ગતની બીટ ચોકીનું ઉદ્ઘાટન

મુંબઈના દહીંસર વિસ્તારમાં પોલીસ બીટ ચોકીનું ઉદ્ઘાટન
\"\"

દીપલ ઠાકોર દ્વારા
મુંબઇ :
દહીંસર પૂર્વના આનંદનગર વિસ્તારમાં દહીંસર પોલીસ સ્ટેશનના અંતર્ગત બીટ ચોકીનું ઉદ્ઘાટન હાલ પોલીસ કમિશ્નર રૂપે પદભાર સાંભળનાર હેમંત નાગરાલેના શુભ હસ્તે કરવામાં આવ્યું. દહીંસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આનંદનગર મોટો વિસ્તાર છે અહીંયા પહેલા જે બીટ ચોકી રોડની સાઈડમાં હતી તેને કારણે મેટ્રોના કામમાં તકલીફ થઈ રહી હતી.તેથી તેને હટાવી મેટ્રો લાઇન પસાર થઈ રહી છે તેના નીચે આધુનિક સુવિધા સાથે આ ચોકી બનાવવામાં આવી છે. એક અધિકારી અને પોલીસકર્મીઓ સતત અહીંયા હાજર હશે કોઈપણ મદદ કે સહાય માટે સ્થાનિક રહેવાસી અહીં આવી શકે અને તુરંત મદદ મેળવી શકશે.
થોડા સમયમાં અહીં મેટ્રો ટ્રેન પણ ચાલુ થવામાં છે એ પછી અહીં ભીડ વધવાની શક્યતા છે ત્યારે સ્થાનિક અને પ્રવાસીઓ સુરક્ષિત રહે એ માટે બીટ ચોકી ૩ મહત્વની બની રહેશે.
\"\"
આ કાર્યક્રમમાં કોરોના મહામારીનો ધ્યાનમાં રાખી નિયમોનું પાલન કરતા મુંબઇ પોલીસ કમિશ્નર હેમંત નાગરાલે, અપર આયુક્ત દિલીપ સાવંત, ઝોન-૧૨ ડીસીપી ડો. સ્વામી, એસીપી સુહાસ પાટીલ, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલ, પોલીસ નિરીક્ષક સંજય મરાઠે, સ્થાનિક નગરસેવક જગદીશ ઓઝા, કર્ણ અમીન વરિષ્ઠ પત્રકાર દતારામ ઘુગે સહિત સ્થાનિક રહેવાસી ઉપસ્થિત રહ્યા હતા.

\"\"
adve