મુંબઈમાં દહિસર ક્રાઇમ બ્રાન્ચે દોઢ કરોડના ચરસ સાથે ત્રણ આરોપીને ઝડપ્યા
મુંબઈ : દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ સમયે ૩ ઈસમો નજરે ચડ્યા જેની વર્તણુક શંકાસ્પદ લાગતા તેમને ઉભા રાખવાનો પ્રયત્ન કરતા ત્રણે ઈસમોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું અધિકારીઓ અને ટીમે ચપળતાથી બળ પ્રયોગ કરી પકડી પાડ્યા હતા. ત્રણે ઈસમોની જડતી લેવામાં આવતા એક પાસે રહેલ બેગમાંથી ચરસ જેવો પ્રદાર્થ મળી આવ્યો જેનું વજન ૩ કિલો જેટલું હતું બાકી ૨ ઈસમો પાસે થી એક એક કિલો પ્રદાર્થ મળી આવ્યો હતો જેની તપાસ કરવાંમાં આવતા તે ચરસ જ હોવાનું પુરવાર થયું હતું જેની બજાર કિંમત લગભગ દોઢ કરોડ હોવાનું કહેવાય છે.
દહિસર ક્રાઇમ બ્રાન્ચે ૧) જીકરુલ્લાહ આલમ અફરોઝ શેખ, ઉં-21 આર.ટી. મોતીહારી રાજ્ય બિહાર ૨) ઇકલાખ અબ્બાસ શેખ, ઉં- 24 આર.ટી. નાલાસોપારા પૂર્વ જી-પાલઘર 3) શમશાદ અબ્દુલખૈર શેખ, ઉં-૩૧ વર્ષ. આર.ટી. વસઈ પૂર્વ જિલ્લો પાલઘર પર ગુ.ક્ર. ૦૫/૨૦૨૧ કલમ ૮ (ક), ૨૦ (બ), !!(ક) ૨૯ એન.ડી.પી.એસ. કાયદા મુજબ ૧૯૮૫ અન્વયે ગુન્હો દાખલ કરી કોર્ટમાં હાજર કરતા ૨૫ તારીખ સુધી પોલીસ કસ્ટડી ફટકારી છે.
દહિસર ક્રાઇમ બ્રાન્ચના પ્રભારી પોલીસ નિરીક્ષક મહેશ તાવડે, પોલીસ નિરીક્ષક વિલાસ ભોંસલે, પોલીસ ઉપનિરીક્ષક હરીશ પોળ સહિતની ટીમે આ કાર્યવાહી સફળતાપૂર્વક પર પાડી હતી