Home Local ભારતના ઇતિહાસનો કાળો દિવસ ૨૬/૧૧

ભારતના ઇતિહાસનો કાળો દિવસ ૨૬/૧૧

1380
0

મુંબઈ : માહિતી મુજબ ૨૬/૧૧/૨૦૦૮ના રોજ ભારતના સૌથી મોટા શહેર મુંબઈ પરનો આતંકવાદી હુમલો થયો હતો.પાકિસ્તાનથી આવેલા ૧૦ જેટલા આતંકવાદીઓએ આ હુમલો ગોળીબાર, તથા બૉમ્બ ફેકીને કર્યો હતો. હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબ દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ હુમલો પાકિસ્તાનની ISI ની સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. ૨૬ નવેમ્બર થી ૨૯ નવેમ્બર, ૨૦૦૮ સુધી ચાલેલો આ આતંકવાદી હુમલામાં ૧૬૪ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૩૦૮ જેટલાં ઘાયલ થયા હતા.
આ હુમલો દક્ષિણ મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબેરોય હોટેલ, હોટેલ તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ આઠ વિવિધ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંબઈના એક પોર્ટ વિસ્તારના મઝગાંઉમાં પણ એક વિસ્ફોટ થયો હતો. ૨૮ નવેમ્બરની વહેલી સવારે મુંબઈ પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તાજ હોટેલની આજુ બાજુ કડક સુરક્ષા ગોઠવી દેવાઇ હતી. બીજે દિવસે, ૨૯ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડસ્ દ્રારા શેષ રહેલા આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધર્યું. જેના પરીણામ રુપે બધા જ આતંકવાદીઓને મારી નખાયા.
હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી, અજમલ કસાબ દ્રારા જાહેર કરવામાં આવ્યુ કે તેઓ પાકિસ્તાનના લશ્કર-એ-તોએબા સંગઠનના સભ્યો હતા. ભારત સરકારે કહ્યુ હતુ કે આતંકવાદીઓ પાકિસ્તનમાંથી આવ્યા હતા. ૭ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ પાકિસ્તાનના માહિતી પ્રધાન શેર્રી રેહમાને સ્વીકાર્યુ હતુ કે અજમલ કસાબ પાકિસ્તાનનો નાગરીક છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલોનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here