મોરબી – મૃત્યુ – માનવતા – નેતા

\"\" મોરબી – મૃત્યુ – માનવતા + નેતા મોરબીમાં સર્જાયેલી બહુજ દુઃખદ ઘટના સમયે સમજાયું સત્તાની તાકાત……પૈસાની તાકાત……સામે સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત નથી. તો જ વિશ્વપ્રસિદ્ધ ઓરેવા કંપની તરફથી લાપરવાહી કરવામાં આવી અને અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા.

મોરબીની દુર્ઘટના સમયે અનેક લોકોએ એમા જવાબદાર વ્યક્તિઓ પણ છે જેમણે કહ્યું કે પુલની ક્ષમતા કરતા વધુ લોકો પહોંચ્યા હતા. તો પ્રશ્ન એ થાય કે પુલના બંને છેડે ટીકીટકર્મી છે અને સુરક્ષા કર્મી પણ હશે તો ટીકીટનું વેચાણ આડેધડ કરવામાં આવ્યું હતું ?


મૃત્યુ એટલે સનાતન સત્ય…..જન્મ છે એનું મરણ પણ છે આપણે દરેક જણ આ જાણીએ છે પણ સ્વીકારી નથી શકતા. જ્યારે પરિવારમાં કે અંગત વ્યક્તિનું અવસાન થાય ત્યારે આપણે બહુ દુઃખી થઈએ છે જેનું કારણ લાગણીથી બંધાયેલા સંબંધો…. આપણા પડોશમાં કોઈનું મૃત્યુ થયું હોય તો આપણા ઘરમાં 2/4 દિવસનો શોક હોય છે….જ્યારે નેતાઓ મોતનો મલાજો નથી જાળવતા કોઈ અકસ્માત કે મોટી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોય અને ઘણા ઘાયલ થયા હોય ત્યારે શોક પ્રકટ કરવો તો દૂર પણ તેના પર રાજકારણ કરવામાં વ્યસ્ત થઈ જાય છે જે સહુથી શરમજનક વાત છે પણ નેતાઓને એનાથી ફરક નથી પડતો. મોરબીની જે ઘટના બની તે સમયે સ્થળ ઉપર કે આસપાસના વિસ્તારોમાંથી સામાન્ય વ્યક્તિ મદદ માટે ત્યાં પહોંચી છે. જ્યારે જનપ્રતિનિધિઓ પોતાના કાર્યોમાં વ્યસ્ત હશે.
યોગાનુયોગ પ્રધાનમંત્રી જે પોતાને પ્રધાનસેવક કહેવડાવે છે તેઓ પણ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસમાં હતા. પરંતુ તેઓ આચારસંહિતા લાગે તે પહેલાં લોકાર્પણ અને સભાઓમાં વ્યસ્ત હતા કેવડીયા ખાતે એક કાર્યક્રમમાં ભાવુક થઈને મૃતકોના પરિવારને સંતાવના પાઠવી હતી, ગુજરાતમાં જ હોવા છતાં તેમણે પોતાના કાર્યક્રમ રદ કરીને મોરબીમાં ઘટના સ્થળે મુલાકાત લેવાનું ટાળ્યું હતું અને પોતાના કાર્યક્રમ ચાલુ રાખ્યા છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રીના કાર્યક્રમના કેટલાક પ્રોટોકોલ હોય છે પરંતુ તેઓ ઘણી વાર પ્રોટોકોલ તોડીને માનવતા બતાવે છે તો મોરબીની જગ્યાએ કેવડીયા પહોંચી ગયા તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઘટના સમયે દરેક પક્ષના નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓએ એલફેલ નિવેદનો અને એકબીજા પર આક્ષેપો જ કર્યા છે અને કરી રહ્યા છે. આપણે સમાચારોમાં જોઈએ છે કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે બીજા અનેક નેતા ઘટના સ્થળે પહોંચ્યા તો એ એમની ફરજમાં આવે છે નાગરિકો પર મહેરબાની નથી કરતા. રાહતકાર્ય કરનાર એક પણ વ્યક્તિ પોતાના પ્રચાર કે ફોટો/વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ નથી કરી રહ્યા. જ્યારે નેતાઓ અડધો ડઝન જેટલા ફોટોગ્રાફર સાથે જ પહોંચે છે. પ્રધાનમંત્રીના મોરબી આગમન પહેલા રાતોરાત રસ્તાઓના સમારકામ થયા, જે હોસ્પિટલમાં ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં રંગરોગાન કરવામાં આવ્યા. આ પરથી એક વાત સાબિતના થાય કે દરેક નેતા કે અધિકારી ઓ પોતાના ઉપરીને ગેરમાર્ગે દોરી રહ્યા હોય છે. હોસ્પિટલ જે પરિસ્થિતિમાં હતી તેમજ રહેવા દીધી હોત તો શું ફરક પડત અને રસ્તાઓ પણ બનાવવાની જરૂર ન હતી કારણ કે ક્યાંક એવું વાંચ્યું કે મચ્છુ હોનારત વખતે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયં સેવકના પ્રચારક હતા અને રાહત કાર્યમાં જોડાયા હતા. તેઓ તો રસ્તાઓ અને હોસ્પિટલના હાલ કેવા હોય એ જાણતા જ હશે.
આ પુલની જાળવણીનો કરાર ઓરેવા કંપનીને આપવામાં આવ્યો છે. બહુ મોટું નામ ધરાવતી અને સેવકાર્યો કરતા કંપનીના સર્વેસર્વા જયસુખ પટેલે પોતાની પૌત્રીના હાથે નવા વર્ષના ઉદ્ઘાટન કરવી લોકો માટે ઝૂલતો પુલ ખુલો મુક્યો હતો. એમને આ પુલના ઉદઘાટનમાં એવી શુ ઉતાવળ હતી કે સરકારી નિયમોને પણ નેવે મૂકી દીધા કે પછી એમના દ્વારા નિયુક્ત કર્મચારીઓએ અંગત સ્વાર્થ કે લાલચમાં સરકાર દ્વારા ના હરકત પ્રમાણપત્ર અને બીજી સરકારી એજન્સીઓની તપાસ વિના ઝૂલતો પુલ ખુલ્લો મુક્યો આ સવાલ સહુથી પહેલા ઉભો થાય છે. છેલ્લે એક વાત કોઈપણ પક્ષના નેતાઓને દુઃખ, લાગણી, માનવતા, સહાય શબ્દો સાથે કોઈ લેવાદેવા નથી. ફક્તને ફક્ત સત્તાની ભૂખ છે અને એના માટે કોઇપણ હદ સુધી જઈ શકે છે એ ફરી એકવાર મોરબીની દુઃખદ ઘટના સમયે પુરવાર થયું છે.
આ ઘટનામાં ઘાયલ થયેલ જલ્દી સાજા થાય અને મૃત્યુ પામેલા નિર્દોષની પવિત્ર આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ પ્રાર્થના

મોરબીની ઘટના સમયે ફક્ત માનવતા દેખાઈ રહી હતી બાકી નાત-જાત ધર્મ એ બધું તો નેતાઓ પાસે છે એ સાબિત થયું. પાણીમાં ડૂબી રહેલને ખબર નહતી કે બચાવનાર કયાં સમાજ કે ધર્મના છે અને બચાવનારને ખબર નહોતી કે તે જેને બચાવી રહ્યો છે એ કાઈ જાતિ છે એને તો ફક્ત એક વ્યક્તિનો જીવ બચાવવો હતો. ધર્મ વિરુદ્ધ કંઈ પણના ચલાવી લેવાઇ પરંતુ ધર્મ છોડી ફક્ત માનવતામાં વિશ્વાસ કરનારનું સન્માન પણ કરી લેવામાં નાનપના અનુભવવી જોઈએ

\"\"
જા×ખ