રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ

\"\"રંગોળીમાં શિવલિંગની આકર્ષણનું કેન્દ્ર

મુંબઈ : સમગ્ર દેશમાં દિવાળી એટલે પ્રકાશ પર્વ જેની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત માટે સજાવટ, ફટાકડા ફોડી અને વિશેષ ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવીને કરવામાં આવે છે.
આપણામાં અનેક કલા ધરબાયેલી હોય છે જરૂર છે એને બહાર લાવવાની. મુંબઈના દહીંસરમાં રહેતા માધવી મેહુલ ધકાણને અવનવી વિશેષ રંગોળી બનાવવાનો શોખ અને કલા છે. આ દિવાળીમાં તેમને રંગોળી અને અન્ય સાધનનો ઉપયોગ કરી બહુ સુંદર શિવલિંગની રંગોળી બનાવી છે. આ રંગોળીને બનાવતા લગભગ ૫/૬ કલાકનો સમય લાગ્યો હતો.
માધવી .ધકાણનું કહેવું છે કે આપણા દરેક તહેવાર માં સામાજિક સંદેશ અને સ્વાસ્થ્યને સંબંધિત હોય છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં તહેવારો અને એની ઉજવણી કરનાર મોટો ભાગ ભજવે છે.
આ રંગોલને જોવા અનેક લોકોએ અમારા ઘરની મુલાકાત લીધી છે એવી માહિતી મેહુલ ધકાણએ આપી હતી.
આશિષ ધકાણનું કહેવું છે કે લાઇટિંગના તોરણ અને રંગોળીના સ્ટીકર પહેલા શહેર હોય કે ગામડું અલગ અલગ રંગોથી રંગોળીજ બનાવવામાં આવતી. રંગોળી પાડવી એટલે બહુ મહેનત માંગીલે તેવું કામ છે પણ એ મહેનત સફળ દેખાય છે જ્યારે રંગોળી તૈયાર થાય છે

\"\"
જા×ખ