રહેણાંકી મકાનમાંથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

રહેણાંકી મકાનમાંથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

\"\"અહેવાલ : અનિલ ગોહિલ
ભાવનગર : રેન્જ આઇ.જી.પી. અશોક કુમારની સુચના અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર એસ.ઓ.જી. શાખા દ્રારા ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે.
જેના ભાગરૂપે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ મળેલ હતી કે, પ્રેસ રોડ, નાની સડક કુંભારના ડેલામાં રહેતો ઇશ્ર્વર ઉર્ફે લાલો રમેશભાઇ વેગડ પોતાના ઘરે ગાંજો રાખી વેચાણ કરે છે. જે બાબતી આધારે S.O.G. પોલીસે ઓપરેશન ગોઢવી પ્રેસ રોડ, નાની સડક, કુંભારના ડેલામાં રહેણાંકી મકાને રેઇડ કરતા આરોપી ઇશ્ર્વર ઉર્ફે લાલો S/O રમેશભાઇ પ્રેમજીભાઇ વેગડ ઉ.વ.૨૮ રહેવાસી પ્રેસ રોડ, નાની સડક, કુંભારનો ડેલો ભાવનગરવાળો ઝડપાઇ ગયેલ અને તેના મકાનમાંથી નાર્કોટીક્સ પદાર્થ સુકો ગાંજો વજન ૧.૩૬૭ કિલો ગ્રામ કિ.રૂ।. ૧૩,૬૭૦/- તથા અન્ય મુદ્દામાલ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ।.૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૮,૬૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધમાં NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી. યુસુફખાન પઠાણે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સમગ્ર કાર્યવાહીમાં ભાવનગર એફ.એસ.એલ. અધિકારી આર.સી.પંડયા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. યુસુફખાન પઠાણ, બલવિરસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, બાવકુદાન ગઢવી,પ્રદિપસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા, પોલીસ કોન્સ.પાર્થ પટેલ, મનદીપસિંહ ગોહિલ, ચિંતન મકવાણા, હારીતસિંહ ગોહિલ, વિશ્ર્વદિપસિંહ ઝાલા, દિલીપ ખાચર તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન પરમાર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. મુકેશ કંડોલીયા જોડાયા હતા