રાજકારણમાં "આયારામ ગયારામ"

◆ અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે… જનતા પણ હેરાન છે.! વૉટ કોને આપેલો અને રાજ કોણ કરે છે..??
એકવાર વોટ આપ્યો અને ત્રણ ત્રણ સરકાર જોવા મળી! આ કરિશ્મા કેવી રીતે થયો…!!
રાજકારણમાં પાટલી બદલવાની રમત આજની નથી. આની માટે આપણે ઇતિહાસમાં જવું પડે…
◆ વાત જાણે એમ છે. 1967માં 87 વિધાનસભા સીટ વાળા હરિયાણા રાજ્યના નિર્માણ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. જેમાં કોંગ્રેસને 48 જનસંઘને 12 સ્વતંત્ર પાર્ટીને 3 રિપબ્લિકન આર્મી ઓફ ઇન્ડિયાને 2 જ્યારે 16 નિર્દલિય ઉમેદવાર જીતીને આવ્યા… અને ભગવતી દયાલ શર્માના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની…
◆ દક્ષિણ હરિયાણાના અસંતુષ્ટ નેતા રાવ બીરેન્દ્રસિંહને ભગવતી દયાલ શર્મા સાથે વાંકુ પડ્યું અને તેઓએ વિધાનસભાના 37 સભ્યો સાથે મળીને બળવો પુકાર્યો… જનસંઘ, સ્વતંત્ર પાર્ટી અને બીજા 16 સભ્યોની સાથે મળીને સરકાર બનાવી…
રાવ બીરેન્દ્રસિંહની સરકાર પણ આઠ મહિના કરતા વધારે ન ચાલી !!… એમની સરકારના 44 સભ્યોએ પણ પાર્ટી બદલી..
હવે આવ્યો \”આયારામ ગયારામ\” યુગ !!
◆ આ 44 સભ્યો માંથી એક સભ્યએ પાંચ વખત, બે સભ્યોએ ચાર વખત, ત્રણ સભ્યોએ ત્રણ વખત, ચાર સભ્યોએ બે વખત, જયારે 34 સભ્યોએ એક વખત પક્ષ પલટો કરેલો..અહો આશ્ચર્યમ !
આ બધા વિધાનસભ્યો માં એક હતા \”ગયાલાલ\” ! જેઓ પલવલ જિલ્લાની હસનપુર સીટમાં નિર્દલિય ઉમેદવાર તરીકે માત્ર 360 વોટથી જીતેલા…
◆ \”ગયાલાલે\” માત્ર 9 કલાકમાં ત્રણ વખત પક્ષ પલટો કરેલો જે આજ સુધી રેકોર્ડ છે…
મીડિયાના જણાવ્યા પ્રમાણે તેઓ સવારે કોંગ્રેસમાં ગયેલા, ત્યાર બાદ બપોરે યુનાઈટેડ ફ્રન્ટમાં આવ્યા, અને સાંજે પાછા કોંગ્રેસમાં આવેલા. ત્યારે રાવ બીરેન્દ્રસિંહે મીડિયાને કહેલું \”ગયારામ અબ આયારામ\” હૈ…
બસ ત્યારથી રાજકારણમાં \”આયારામ ગયારામ\” શબ્દ પ્રચલિત બન્યો…
◆ રાજકારણમાં રોજબરોજના બદલાતા સમીકરણો અને વારંવાર થતા દલબદલથી તંગ આવીને રાજીવ ગાંધીની સરકારે ૩૦મી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ સંવિધાનમાં 52મુ સંશોધન કરીને પક્ષપલટા વિરોધી ખરડો લઈ આવ્યા.જે લોકસભામાં ૪૧૮ (વિરોધમાં કોઈ વોટ નહીં) મતે પાસ થયો. ત્યારબાદ રાજ્યસભામાં બહુમતીથી પસાર કર્યો હતો.
◆ આ કાયદો દેશભરમાં તમામ સ્તરે લાગુ પડ્યો હતો.
જેનો મૂળ હેતુ કોઈ વ્યક્તિ એક પાર્ટીના ચિન્હ પર જીતિને બીજી પાર્ટીમાં જાય તો એ ગેરલાયક કહેવાય…
ગુજરાત રાજ્ય પણ પક્ષપલટામાં લગીરે પાછળ નથી !!. ૧૯૬૦માં રાજ્યની રચના થઈ અને ડો.જીવરાજ મહેતાની કોંગ્રેસી સરકાર અસ્તિત્ત્વમાં આવી. તેના ૧૬ ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું હતું! ૧૯૬૭ થી ૧૯૭૧ સુધીમાં ૧૬૮ પૈકી ૧૦૧ ધારાસભ્યોએ પક્ષીય વફાદારી બદલી હતી.
◆ છેલ્લા સુધારા મુજબ હવે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે. એથીજ આજકાલ આ લોકો આખે આખો પક્ષ હાઈજેક કરી નાખે છે.
◆ C. D. Solanki
◆ રવિવાર તા. 23/07/2023.
◆ Mob. 8108641599