રાજકોટમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડાડતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો

રાજકોટમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડાડતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો \"\"

રાજકોટ : શહેરના જલારામ ચોક પાસે આવેલ સહકાર મેઈન રોડ પાસે ચાલુ ફૂલેકા દરમ્યાન વરરાજાના મિત્રો અને ભાઈઓ દ્વારા ઈંગ્લીશ દારૂ રેલમ છેલમ સાથે નાચી રહ્યા નજરે પડતાં હતા તે દરમ્યાન એક વ્યક્તિ દ્વારા વરરાજાને રિવોલ્વર આપી હોવાનું દેખાય રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ભક્તિ નગર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી. આ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો છે ત્યારે અમે આની પૃષ્ટિ કરતા નથી પણ આ ગુજરાત ગાંધીનું અને દારૂ બંધી છે એ તો કહેવા માટે જ છે બાકી તો ગોતવા જાય તો ભગવાન પણ મળી જાય તો દારૂ શું ચીજ છે. પોલીસ દ્વારા આ જાહેરમાં ફાયરિંગ જેવી ઘટના બાબતે યોગ્ય તપાસ કરી કોઈ પગલાં લેવાશે કે કેમ તે હવે જોવું રહ્યું

અહેવાલ : ભરત ભરડવા /રોહિત ભોજાણી – રાજકોટ