રાજકોટમાં મામાના દીકરા સાથે લગ્ન કરનાર મહિલાની હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ૧૮૦૦ કી.મી.નો પ્રવાસ કરી ઝડપી લીધો

ગુજરાત : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કોહવાયેલી હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ લાશ જાકરી બાનુની હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે પીએમ રિપોર્ટના આધારે મહિલાની હત્યા થઈ હોવાનું ખૂલતાં 26 જૂન 2023 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે મૃતક જાકરી બાનુ ઉર્ફે કરકી ગંદીના ભાઈ સલારુદિન ગદીની ફરિયાદના આધારે આરોપી મોબીન અહેમદ વિરુદ્ધ ipc 302 હેઠળ ગુનો નોંધવામાં આવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ ધવલ સાકરીયા અને તેની ટીમ દ્વારા 1800 kmનો પ્રવાસ ખેડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં મૃતક જાકરી બાનુએ બકરી ઈદ પર વતન જવા માટે મોબીન સાથે માથાકૂટ કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતો માસ થઈ રહેલી માથાકૂટના કારણે મોબીને જાકરી બાનુની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત જાકરી બાનુની ગળાટુંપો દઈ હત્યા કરવામાં આવી હતી.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેમની બહેન જાકરી બાનુ ઉર્ફે કરકી ના લગ્ન 15 વર્ષ પૂર્વે અલી અમદ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન માંરી બહેનને બે દીકરા તેમજ ત્રણ દીકરી થયેલી છે. એક વર્ષ પૂર્વે મારી બહેન જાકરી બાનું દ્વારા મારા સગા મામા દીકરા મોબીન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમજ ત્યારબાદ તે મોબીન સાથે રહેવા પણ જતી રહી હતી.
હત્યારા પતિને પ્રથમ પત્ની સાથે ફરી લાગણી બંધાઇ હતી
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર આરોપી મોબીને પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે જાકરી બાનુ સાથે તેના બીજા લગ્ન હતા. પોતાની પહેલી પત્નીથી અલગ થઈને તે જાકરી સાથે રાજકોટ આવી ગયો હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પોતાની પ્રથમ પત્ની પ્રત્યે તેને લાગણી જાગી હતી. તો સાથે જ નાની નાની બાબતોમાં જાકરી સાથે તેને માથાકૂટ થતી હતી જેના કારણે તે કંટાળી ગયો હતો. ત્યારે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન નાસી ગયો હતો. ત્યાંથી નેપાળ જવાની તૈયારીમાં હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો છે.

અહેવાલ : ભરત ભરડવા /રોહિત ભોજાણી
રાજકોટ