રામવાડી ટીફીન સેવા ૪૫ દિવસથી અવિરત ચાલી રહી છે

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે રામવાડી ટીફીન સેવા યજ્ઞની મુલાકાત લીધી. ૪૫ દિવસથી ચાલી રહેલી આ અવિરત સેવા સાથે આજ સવાર સુધીમાં ૬૨,૪૫૦ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું તે જાણી મંત્રી ડૉ. માંડવીયાએ ખાસ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન રહેવા, જમવાની વ્યવસ્થા, ૨૪ કલાક રસોડું, મરણ પ્રસંગે વ્યથિત પરિવાર માટે ભોજનની વ્યવસ્થા અને આ તમામ સેવા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રામવાડી ટીફીન સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે તે માટે સમગ્ર ટીમને તેમણે અભિનંદન આપી કપરા સમયમાં અન્ન દાનની આ સેવા જ મોટી છે તેમ જણાવ્યું હતું.
\"\"મનસુખભાઈ માંડવીયાની સાથે રાજય મંત્રી વિભાવરીબેન દવે, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા,મહા મંત્રી અરૂણભાઈ પટેલ. ડી.બી.ચુડાસમાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા ભરત ભાઈ મેર સહિતના પણ જોડાયા હતા.