Home News રામ મંદિર નિર્માણમાં પૂર્વ રાજ્યપાલ રામ નાઈક તેમને મળતા પેન્શનની એક મહિનાની...

રામ મંદિર નિર્માણમાં પૂર્વ રાજ્યપાલ રામ નાઈક તેમને મળતા પેન્શનની એક મહિનાની રકમનો ચેક અર્પણ કર્યો

728
0

રામ મંદિર નિર્માણમાં પૂર્વ રાજ્યપાલ રામ નાઈક તેમને મળતા પેન્શનની એક મહિનાની રકમનો ચેક અર્પણ કર્યો

મુંબઈ : ઉત્તર પ્રદેશ દિવસના અવસરે માજી રાજ્યપાલ રામ નાઈકે અયોધ્યા ખાતે નિર્માણ થનાર ભવ્ય રામમંદિરમાં સંકલ્પ વિધિમાં તેમણે એક લાખની રકમ ચેક સ્વરૂપે આપી છે.
રામમંદિર નિર્માણ માટે ચાલી રહેલ સાર્વજનિક અભિયાન અંતર્ગત સ્થાનિક નગરસેવિકા શ્રીમતી પ્રીતિ સાટમ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભાગ કાર્યવાહ શ્રવણ રાઠોડ, સહીત અન્ય વરિષ્ઠ સ્વત્યમ સેવક અને બીજેપીના કાર્યકર્તાઓ સાથે રામ નાઈકે ઉત્તર પ્રદેશમાં વિતાવેલ પાંચ વર્ષના સંસ્મરણો તાજા કર્યા હતા. રામ મંદિર વિષે સર્વોચ્ય ન્યાયાલયનો ફેંસલો આવ્યો એ પહેલા રામ નાઈકે કહ્યું હતું કે ભગવાન રામ તો દરેક ભારતીયના ડીએનએમાં છે.
રામ નાઈક રાજ્યપાલ હતા એ સમયમાં પહેલી વખત અયોધ્યામાં સંપૂર્ણ વિશ્વનું ધ્યાન દોરનારો દિપોત્સવ થયો હતો. રાજ્યપાલને નિવૃત્તિ પછી કોઈ પેન્શનની સુવિધા નથી પરંતુ તેઓ ત્રણ વાર ધારાસભ્ય અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલ એ માટે તેમને એક લાખ રૂ.નું પેન્શન મળે છે. માજી રાજ્યપાલ રામ નાઈકે કહ્યું હતું કે આ દેશની પરંપરા અને ઇતિહાસ પર ગર્વ અનુભવતા પ્રત્યેક ભારતીય રામ મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે. આ દૃષ્ટિએ ફક્ત રૂ. ૧૦નું યોગદાન પણ લેવાની સારી પહેલ છે. એ સાથે એમણે દરેક ભારતીયને રામ મંદિરમાં યથાશક્તિ યોગદાન આપવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here