રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ અને માંડવધાર યુવા આઝાદ દ્વારા તારીખ 01.12.2020ના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું અને સ્થાનિક સમસ્યાઓના પ્રશ્નોની પૃચ્છા અને નિવારણ
ગુજરાત : વડગામ 11 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ દલિતોના હક અને અધિકારો માટે આ સ્નેહમિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની આખી ટીમ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ અધ્યક્ષ કીર્તિ ચાવડા અને નાથા મકવાણા સંગઠન મંત્રી સહિત બોટાદ જિલ્લાના અગ્રણી મહેમાનો આવ્યા હતા. તે સાથે મંચની શોભા વધારવા સમાજનું ગૌરવ એવા દીપક સોલંકી પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના ગ્રામપ્રમુખો અને સમાજના તરવરિયા અને સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી
જીજ્ઞેશ મેવાણીએ પોતાનું ભાષણ આપ્યું જેમાં સમાજને તાકત મળે. નીડર રહીને પોતાનું હકનું મળે અને પોતાનું જે છે એ ન ગુમાવે એવી તાકત આપી. સ્ત્રીઓની સમસ્યા પર વધારે ધ્યાન આપ્યું. જેમાં વિધવા બહેનોની દરેક સમસ્યાની પૂછપરછ કરી ત્વરિત એનું નિવારણ કર્યું. દલિતોની હકની જમીન હોવા છતાં ભુમાફિયાઓ વાવેતર કરી રહ્યા છે. એવા ઘણા લોકોના પ્રશ્નો હતા પણ જીગ્નેશભાઈએ કહ્યું કે આગામી 6 ડિસેમ્બરના દિવસે તમે જમીન ખેડી આવજો. ‘જો કોઈ આડ કરશે તો હું બેઠો છું’. ત્યારબાદ કાર્યક્રમની અંતે સ્થાનિક પ્રશ્નોને સાંભળી તેના નિવારણની જોગવાઈ કરવામાં આવી હતી
આ કાર્યક્રમનું આયોજન માંડવધાર યુવા આઝાદ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.અને તેને સફળ બનાવવામાં અશ્વિન મેરીયા, હીતેશ ચાવડા, મહેશ ડાભી, સંજય મેરીયા, જગદીશ વાઘેલા, બીપીન ડાભી, મહેન્દ્ર વાધેલા સહીત યુવાનોએ મહેનત કરી હતી