રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય

\"\"રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય

મુંબઇ : રાજસ્થાનના ઝલોરમાં થોડા સમય પહેલા એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા તેનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી.
આ ઘટના બાદ કેન્દ્રીય સામાજિક અધિકારીતા રાજ્ય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (અ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ મૃતકના પરિવારની મુલાકાત કરી ઇન્દ્ર મેઘવાળને ન્યાય મળે અને સરકાર તરફથી સહાય મળે તે માટે પ્રયત્નો કરવાનું આશ્વાસન આપ્યું હતું.
રામદાસ આઠવલેના પ્રયત્નોથી સરકાર તરફથી પાંચ લાખની સહાય આપવામાં આવી હતી. હાલમાં આરપીઆઈ (આ) તરફથી રૂપિયા ત્રણ લાખની સહાય ગુજરાતના પ્રભારી જતીન ભુતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોક ભટ્ટીના હસ્તે મૃતક ઇન્દ્ર મેઘવાળના પરિવારને આપવામાં આવી હતી.
તે સમયે પ્રદેશ મહિલા અધ્યક્ષ લીલાવતી વાઘેલા, એડવોકેટ સેલ અધ્યક્ષ દિનેશ રાઠોડ, યુવા અધ્યક્ષ નરેશ સોલંકી, અમદાવાદના યુવા મહાસચિવ ભરત ડાભી, રાજસ્થાનના પ્રભારી નીતિન શર્મા, રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ રાધામોહન સૈની, ઉપાધ્યક્ષ ઉગમરાજ પનવર ઉપસ્થિત રહ્યા હતા.