લિજ્જત પાપડ (શ્રી મહિલા ગ્રહું ઉદ્યોગ)ના સહસંસ્થાપક જસવંતીબેન જમનાદાસ પોપટ પદ્મશ્રીથી સન્માનિત
મુંબઈ : જસવંતીબેન જમનાદાસ પોપટ સામાન્ય પરિવારના અને ઓછું ભણેલા પણ સારી સમજ ધરાવતા હતા. એમણે ૧૫ માર્ચ ૧૯૫૯ની સાલમાં ૬ મઘ્યમવર્ગીય મહિલાઓ સાથે ૮૦ રૂ.ની લોન લઈને પાપડ બનાવી વેચવાની શરૂઆત કરી.હતી.આજે શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની અંદાજે ૬૨ શાખા છે અને લગભગ ૪૫,૦૦૦ મહિલાઓ જોડાયેલી છે. અને ૮૦ રૂ.થી શરૂઆત કરવામાં આવેલ વ્યવસાય આજે ૮૦૦ /૧૦૦૦ રૂ સુધી પહોંચ્યો છે.
૧૯૬૨માં પાપડને લિજ્જત પાપડ નામ આપવામાં આવ્યું અને સંસ્થાને શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ નામ આપવામાં આવ્યું..આ સંસ્થાના સહસંસ્થાપક જસવંતીબેનનો શરૂઆતથી ગરીબ અને જેમના સંતાનો પૈસાના અભાવને કારણે ભણી નથી શકતા એ મહિલાઓને રોજગાર મળે એને પ્રાથમિકતા આપી. આજે પણ આ સંસ્થા સરકાર પાસેથી કોઈ પણ મદદ નથી લેતી.
શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સંસ્થા વર્ષોથી બનાવવામાં આવેલ નિયમો મુજબ ચાલે છે. આજે પણ મહિલાઓ હાથેથી પાપડ વણે છે કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો એ સાથે ગુણવત્તા અને સ્વાદનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. જસવંતીબેન જમનાદાસ પોપટે ૬૦ વર્ષ પહેલા જે બીજ વાવ્યું હતું અને એ બીજનું સિંચન મહેનત, નિયત, હિમ્મત સાથે કર્યું છે જે આજે એક વિશાલ વટવૃક્ષ બની ગયું છે.
સ્વાભિમાન ભારત પરિવાર પદ્મશ્રી જસવંતીબેન જમનાદાસ પોપટને અભિનંદન પાઠવે છે.
