વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ

શિક્ષણ અને સંસ્કારની બે પાંખો હોય તો જ આકાશમાં ઉડાણ ભરાય : આ. રાજરત્નસુરીશ્વરજી મ.

\"\"મુંબઈ : વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ સંસ્કરણ વિનાનું માત્ર કોરું શિક્ષણ હશે તો વ્યક્તિ કદાચ ભૌતિક પ્રગતિના પગથિયાં સર કરી શકશે. પરંતુ સારા માણસ રૂપે સાચો વિકાસ નહિ પામી શકે. સંસ્કાર વિહોણી શિક્ષિત વ્યક્તિ હાથ નીચેની વ્યક્તિની ગરજ જોઈ એનું શોષણ કરશે, તો ખોટા માર્ગો અપનાવીને આગળ આવી જુવાન તરકટ પણ રચશે પણ જો શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન હશે તો એ પરગજુ બની હાથ નીચેની વ્યક્તિનો સહયોગી બનશે અને તક મળશે તો પણ ભ્રષ્ટ નીતિ-રીતિ અજમાવશે નહિ. શિક્ષણના દૂધમાં સંસ્કારોનું મેળવણ ભેળવી જીવનને જમાવી દેવા માટે જ નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ થઇ રહ્યો છે. યાદ રાખજો કે શિક્ષણ અને સંસ્કારની બે પાંખો હોય તો જ પ્રગતિના આકાશમાં ઉડાણ ભરી શકાશે. એમ તેજસ્વીતા જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજે તા. ૧૬/૧૦/૨૦૨૨ને રવિવારના ઠઠ્ઠાઈ ભાટિયા વાડીમાં આયોજિત સમારોહમાં ચિક્કાર મેદનીને સંબોધતા જણાવ્યું હતું. ત્યારે જૈનાચાર્યના શબ્દે શબ્દને સભાએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.
એક્સપર્ટ વ્યક્તિઓ દ્વારા નવપદ સ્કૂલનું લાઈવ પ્રેઝન્ટેશન કરાયું હતું. તો તજજ્ઞોએ રોજ એક લેક્ચરમાં જૈનિઝમનું તત્વજ્ઞાન પર્યુષણ મહાપર્વના આઠેય દિવસ રાજા-પાંચ તિથિ અભક્ષ્ય અને લીલોતરી વગેરે જૈન પદ્ધતિના નિયમો અપનાવવાની જાણકારી આપવા સાથે સંપૂર્ણ અભ્યાસ સી.બી.એસ.ઈ.ના હાઇ એજયુકેશન રૂપે કરાવવાની વાત કરી હતી. દહિસર,બોરીવલી, કાંદિવલી અને મલાડના ભાવિકોએ પ્રવેશ ફોર્મ લેવા પડાપડી કરી હતી. ટ્રસ્ટી રમેશ શાહએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે સંસ્કારો અને સંસ્કૃતિના જતન કરવા માટેનો આ એક પ્રયોગ છે જેને સફળતા મળ્યા પછી અનેક વિસ્તારોમાં આ શાળાઓ શરુ કરવાનું વિચારાધીન છે.