પાલઘર : વસઈ વિરાર તાલુકાના સલીમ મણિયારે સેંકડો કાર્યકર્તા સાથે આર.પી.આય.(આઠવલે )નો હાથ છોડી શીવસેનાનામાં પ્રવેશ કર્યો છે. સલીમ મણિયારનું કહેવું છે કે રાજકીય પક્ષ સક્રિય હોવો જોઈએ નિષ્ક્રિય નહિ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કાર્ય પ્રણાલીથી પ્રભાવિત થઇ. શિવસેનામાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
વસઈ-વિરાર અલ્પસંખ્યક પ્રમુખ સલીમ આર. ખાનના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે પ્રવેશ કરનાર સલીમ મણિયાર સહીત સર્વેને ભગવો ખેસ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે અલ્પસંખ્યક પ્રમુખ સલીમ ખાને કહ્યું હતું કે શિવસેનાને મજબૂતી મળશે અને લોકોને વિશ્વાસ આવશે કે શિવસેના દરેકને સાથે રાખી ચાલવાવાળી પાર્ટી છે.